સાબરકાંઠા : ગુજરાતમાં સનાતનની વાતથી ખ્યાતના બનેલા ધીરેન્દ્ર શાસ્ત્રી સાબરકાંઠાના હિંમતનગરના મહેમાન બન્યા હતા. જ્યાં તેમને એક ખાનગી ફેક્ટરીનું ઉદ્ધાટન કરી ગુજરાતની મંગલ કામના સાથે રાજકીય નિવેદનોથી દૂર રહેવાનું નિવેદન આપ્યું હતું. સાથોસાથ હાજર રહેલા સૌ કોઈને એકસાથે રહીને લોકસેવામાં જોડાવાની વાત કરી હતી. આ ફેક્ટરીમાં 5000થી વધારે લોકોને રોજગાર મળશે
હિંમતનગરમાં બાબાનો કાર્યક્રમ : સાબરકાંઠાના હિંમતનગર ખાતે ખાનગી ફેક્ટરીનું ઉદ્ધાટન બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીના હસ્તે કરાયું હતું. તેમની ખાનગી ફેક્ટરીનું ઉદ્ધાટન કરી સ્થાનિક લોકોની મંગલ કામના કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં પોતાના નિવેદનોથી ભારતભરમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે, ત્યારે તેમને હિંમતનગર ખાતે પણ સ્થાનિક લોકોના મંગલ કામના સહિત ભગવાનની કૃપા અવિરત રહે તેવી કામના વ્યક્ત કરી હતી. સાથોસાથ બાગેશ્વર ધામમાં સૌ કોઈને આવવા આમંત્રણ આપ્યું હતું.
બાબા રાજકીય નિવેદનોથી દૂર : આ તક્કે સનાતન ધર્મ મામલે બાગેશ્વર બાબાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પહેલાથી જ સનાતન ધર્મની અપનાવતી રહેલી છે. સાથોસાથ ભારતમાં બહુચર્ચિત મહિલા પહેલવાન ના અનશન તેમજ હરિદ્વારમાં મેડલ ગંગામાં પધરાવવાના મામલે રાજકીય નિવેદનોથી દૂર રહેવાની વાત કરી હતી. જોકે અચાનક હિંમતનગર આવવાની જાણ થતાં મોટી સંખ્યામાં ભક્તજનો સહિત ટેકેદારો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ગુજરાતમાં બાબાના ચર્ચાની વાત : સનાતન ધર્મ અને હનુમાનજીના ભક્ત એવા બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ પહેલા સુરત ખાતે દિવ્ય દરબારનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે અનેક લોકોને આર્શીવાદ આપીને લોકોનો પ્રશ્નનો ઉત્તર આપ્યા હતા. ત્યારબાદ અમદાવાદના વટવામાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. તેમજ આ વચ્ચે બાબાનો મોર સાથે કળા કરતા હોવાનો વિડીયો વાયરલ થતાં ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે હવે બાબાનો રાજકોટ અને વડોદરામાં કાર્યક્રમને લઈને સમર્થકો દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.