સાબરકાંઠા: જિલ્લા પંચાયત ખાતે મંગળવારે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આરોગ્યની આશા એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં આરોગ્યની સેવાઓની સાથે સાથે ચોમાસામાં ફેલાતા પાણીજન્ય રોગચાળા ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે કરેલી કામગીરીની પણ સમિક્ષા કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્રારા ચાલતા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમમાં આઇ.સી.ડી.સીને લગતા કાર્યક્ર્મ, કુટુંબ કલ્યાણના કાર્યક્ર્મ, પાણીજન્ય રોગોનો ફેલાવો રોકવા ચાલતા કાર્યક્ર્મ, મહિલા અને બાળ આરોગ્યના કાર્યક્ર્મ વગેરેની બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્ઢ બને તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ બેઠકમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેશ પટેલ, સી.ડી.એમ.ઓ ડો.એન.એમ.શાહ, ઓપ્થલ્મીક સર્જન ડો.કિરણબેન પટેલ, તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જોવાનું રહ્યુ કે અધિકારીઓ ફકત બેઠકજ કરતા રહેશે કે થતા રોગચાળાઓને અટકાવવામાં ખરેખર સફળતા મેળવશે.