સાબરકાંઠાઃ કોરોના મહામારીને પગલે દિન પ્રતિદિન સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓ વધી રહ્યા છે. તેમ જ દિન-પ્રતિદિન મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાને આગામી સપ્તાહથી કોરોના પોઝિટિવના રિપોર્ટ કરવાની મંજૂરી મળતા સાબરકાંઠા જિલ્લો આગામી સમયમાં કોરોના સામે વધુ ઝડપી તેમજ સરળતાથી કોરોનાવાયરસને હરાવવા સક્ષમ બનશે.
હાલમાં સાબરકાંઠા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે કોવિડ 19ના ટેસ્ટ માટેની મંજૂરી મળી છે. જેના પગલે આગામી સપ્તાહના મંગળવારથી જિલ્લામાં કોરોનાવાયરસને હરાવવા માટે વધુ સુવિધા પ્રાપ્ત થઇ છે. કોરોનાવાયરસના પોઝિટિવ અને નેગેટિવ ટેસ્ટિંગ માટે અમદાવાદ તેમજ ગાંધીનગર પર આશ્રિત બનવું પડતું હતું. પરંતુ હવેથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલની પણ કોરોનાવાયરસના પોઝિટિવ નેગેટિવ ટેસ્ટીંગની લેબ માટેની મંજૂરી મળતા હવે સાબરકાંઠા જિલ્લા સહિત મહેસાણા અને અરવલ્લી જિલ્લાના પણ સરળતા મળી રહેશે.
કોરોના વાયરસ સામે જિલ્લાના દર્દીઓનો તાત્કાલિક રિપોર્ટ મળી જતા વહીવટીતંત્ર પણ તાત્કાલિક ધોરણે એક્શન મૂડમાં નિર્ણય લઇ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા મહત્વની ભૂમિકા અદા કરી શકશે. તેમજ કોરોના વાયરસને હરાવવા માટે સાબરકાંઠા જિલ્લામાં ટેસ્ટિંગ લેબની ફાળવણીએ મહત્વનું પગલું સાબિત થશે.