ETV Bharat / state

ચોટીલા-રાજકોટ હાઇવે પર બસ પલટી, 1નું મોત 20 ઘાયલ - Gujarat

સુરેન્દ્રનગર: ચોટીલા-રાજકોટ હાઇવે પર આવેલા મોલડી ગામ નજીક બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મુસાફિરનું ઘટનાસ્થળે મોત થયું હતું તો 20થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.

ચોટીલા રાજકોટ હાઇવે પર બસ પલટી ખાતા સર્જાયો અકસ્માત
author img

By

Published : May 26, 2019, 1:51 PM IST

મળતી માહિતી મુજબ ચોટીલા-રાજકોટ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની મીની બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 1નું મોત નિપજ્યું હતું તો 20થી વધુને ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં વડોદરાના રહીશ મહિલા પ્રતિમાબેન હિંમતભાઈ ખત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બસમાં સવાર ૨૦ મુસાફરો ઘાયલ થયા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ ચોટીલા પોલીસને થતાં PSI એચ.એલ. ઠાકર તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર વિગત મેળવી આગળની તપાસ શરૂ કરી હતી.

SNR
DATE : 26/05/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ હાઇવે પર આવેલ  મોલડી ગામના વળાંક પાસે રાજકોટ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની મીની બસ વળાંક ન વળવાથી ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. 
અકસ્માતમાં વડોદરાના રહીશ મહિલા પ્રતિમાબેન હિંમતભાઈ ખત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બસમાં સવાર ૨૦ મુસાફરો ઘાયલ થયા હતા આ ઘટના સમયે રાજકોટ તરફ જતા સુરેન્દ્રનગરના પોલીસ વડા મહેન્દ્ર બગડીયા અને સ્ટાફ નિકટતા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડવા માટે કાર્યવાહી કરી હતી. 108ની મદદથી ચોટીલાની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે ૧૨ મુસાફરોને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા  આ ઘટનાની જાણ ચોટીલા પોલીસને થતાં પી.એસ.આઇ એચ.એલ. ઠાકર તેમજ પોલીસ સ્ટોપ ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને બચાવની કામગીરી અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે લક્ઝરી ને ક્રેઈનની મદદથી ખસેડીને કામગીરી હાથ ધરી હતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.