ETV Bharat / state

સાબરકાંઠામાં ખેડૂત અને તંત્રએ લીધો રાહતનો શ્વાસ, તીડ રાજસ્થાન તરફ ફંટાયા

સાબરકાંઠા: જિલ્લામાં આજે સવારથી જ બનાસકાંઠા તરફથી કરોડોની સંખ્યામાં તીડ સાબરકાંઠામાં પ્રવેશી ચૂક્યા હતા. જો કે બપોર બાદ વાતાવરણ તેમજ પવનની દિશા બદલાતાં તીડનો એક મોટો સમૂહ રાજસ્થાન તરફ ફંટાતા સાબરકાંઠા જિલ્લા કલેકટર સહિત લાખો ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

ખેડૂત અને તંત્રએ લીધો રાહતનો શ્વાસ
ખેડૂત અને તંત્રએ લીધો રાહતનો શ્વાસ
author img

By

Published : Dec 25, 2019, 8:11 PM IST

જિલ્લામાં છેલ્લા બે દિવસથી સરહદી વિસ્તારમાં તીડ લાખો ખેડૂતો માટે આફતરૂપ બન્યા હતા તેમજ આજે વહેલી સવારે સાબરકાંઠા જિલ્લામાં કરોડોની સંખ્યામાં પ્રવેશતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું હતું.

ખેડૂત અને તંત્રએ લીધો રાહતનો શ્વાસ

ખેડબ્રહ્મા તેમજ પોશીના વિસ્તારના સરહદી ગામડાઓમાં સ્ટાફ દ્વારા તીડને મારવા માટે દવાનો છટકાવ પણ શરૂ કરાવ્યો હતો. જો કે કરોડોની સંખ્યામાં ઉડીને આવેલા તીડ રોકવા વહીવટીતંત્ર માટે પણ અશક્ય હતુ. જોકે સાબરકાંઠા જિલ્લાના કિસાનો માટે બપોર બાદ પવન બદલાતા તીડ આગળ વધતા અટકાવ્યા હતા તેમજ રાજસ્થાન તરફ ફંટાતા ખેડૂતો સહિત સાબરકાંઠા પ્રશાસન તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

જોકે પવનની દિશા આગામી સમયમાં ફરીથી સાબરકાંઠા જિલ્લા તરફ ફંટાય તો તીડ પરત ફરી શકે છે, ત્યારે વહીવટીતંત્રએ સ્ટેન્ડ બાય રહેવું પડી શકે તેમ છે.

Intro:સાબરકાંઠા જિલ્લામાં આજે સવારથી જ બનાસકાંઠા તરફથી કરોડોની સંખ્યામાં તીડ સાબરકાંઠામાં પ્રવેશી ચૂક્યા હતા જો કે બપોર બાદ વાતાવરણ તેમજ પવનની દિશા બદલાતાં તીડ નો મોટો સમૂહ રાજસ્થાન તરફ ફંટાતા સાબરકાંઠા જિલ્લા કલેકટર સહિત લાખો ખેડૂતો માટે રાહતના સમાચાર બન્યા છેBody:સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સરહદી વિસ્તારમાં સ્પીડના આવવાના સમાચારના પગે લાખો ખેડૂતોમાટે આફતરૂપ બન્યા હતા તેમજ આજે વહેલી સવારે સાબરકાંઠા જિલ્લામાં કરોડોની સંખ્યામાં પ્રવેશતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું હતું ખેડબ્રહ્મા તેમજ પોશીના વિસ્તાર ના સરહદી ગામડાંઓ માં સ્ટાફ દ્વારા તીડને મારવા માટે દવાનો છટકાવ પણ શરૂ કરાવ્યો હતો.જો કે કરોડો ની સંખ્યામાં ઉડીને આવેલા તીડ રોકવા વહીવટીતંત્ર માટે પણ અશક્ય હતું જોકે સાબરકાંઠા જિલ્લાના કિસાનો માટે બપોર બાદ પવન બદલાતા તીડ આગળ વધતા અટકાવ્યા હતા તેમજ રાજસ્થાન તરફ ફંટાતા ખેડૂતો સહિત સાબરકાંઠા પ્રશાસન તંત્રે પણ રાહતનો દમ લીધો હતો સામાન્ય સંજોગોમાં તીડ આવ્યા બાદ સરળતાથી સરહદ પર જતા હોય તેવું ક્યારેક જ બને છે. જોકે પવનની દિશા બદલાયા બાદ તીર આગળ વધતા અટકી પરત રાજસ્થાન તરફ ફંટાતા સ્થાનિક કક્ષાએ પ્રશાસન તરફથી કામ કરનારા લોકોએ પણ હાલ પુરતું કામ અટકાવી છે તેમજ પ્રશાસન તંત્ર સહિત સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ પણ રાહતનો દમ લીધો છે સામાન્ય સંજોગોમાં તીડ આવ્યા બાદ ગૌ બટાકા મકાઈ સહિત ના તમામ પાક સંપૂર્ણ પાક ખતમ થઈ જવાની બીક જિલ્લાના ખેડૂતોમાં વ્યાપી હતી જોકે બપોર બાદ આફતના વાદળ હટતાં પ્રશાસન તંત્ર સહિત જિલ્લાના ખેડૂતોએ રાહતનો દમ લીધો છે.

બાઈટ: સી. જે. પટેલ, જિલ્લા કલેકટર, સાબરકાંઠાConclusion:જોકે પવનની દિશા આગામી સમયમાં ફરીથી સાબરકાંઠા જિલ્લા તરફ ફંટાય તો તીડ પરત ફરી શકે છે ત્યારે વહીવટીતંત્ર અત્યારથી જ સ્ટેન્ડ માં રહેવું કદાચ આગામી સમય માટે ફાયદેમંદ સાબિત થઈ શકે છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.