ETV Bharat / state

Rashtriya Gokul Mission 2021 ગુજરાતમાં લાવશે ક્રાંતિ, ઉદ્યોગસાહસિકોને મળશે સહયોગ

2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવાના સ્વપ્ન સાથે હવે પશુપાલકોની આવક પણ ડબલ થાય તેવા ઉદ્દેશથી કેન્દ્ર સરકાર તેમજ એનડીડીબી ( NDDB ) દ્વારા રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના (Rashtriya Gokul Mission 2021 ) શરૂ કરાઇ છે. જેમાં 200થી વધુ શ્રેષ્ઠ જાતિની ગાયો થકી દૂધનો વ્યવસાય શરૂ કરનારને 2 કરોડ સુધીની સબસિડી ( Animal Husbandry Loan Scheme 2021 ) અપાશે.

Rashtriya Gokul Mission 2021 ગુજરાતમાં લાવશે ક્રાંતિ, ઉદ્યોગસાહસિકોને મળશે સહયોગ
Rashtriya Gokul Mission 2021 ગુજરાતમાં લાવશે ક્રાંતિ, ઉદ્યોગસાહસિકોને મળશે સહયોગ
author img

By

Published : Nov 12, 2021, 5:51 PM IST

  • ગુજરાતમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના શરૂ
  • 2 કરોડ સુધીની મળશે સબસિડી
  • દૂધને વ્યવસાય તરીકે સ્વીકારવા યોજનાનો આધાર

સાબરકાંઠાઃગુજરાતમાં ખેડૂતો માટે ખેતી અને પશુપાલન એક સિક્કાની બે બાજુ બની ચૂકી છે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરી રહ્યા છે. ત્યારે અમૂલ ફેડરેશન ( amul federation ) દ્વારા ગુજરાતમાં દૂધને વ્યવસાય તરીકે વિકસાવવા માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન(Rashtriya Gokul Mission 2021 ) યોજના શરૂ કરી છે જે અંતર્ગત ગુજરાતનું કોઈ પણ વ્યક્તિ આ યોજના થકી રૂપિયા 2 કરોડ સુધીની સહાય( Animal Husbandry Loan Scheme 2021 ) પ્રાપ્ત કરી શકે છે. જેમાં 200થી વધારે ગાયો કે શ્રેષ્ઠ ઑલાદની ભેસો થકી આ યોજનાનો લાભ મેળવી શકશે.

Animal Husbandry Loan Scheme 2021 હેઠળ 2 કરોડની સબસિડી અપાશે

દૂધ ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં ગુજરાત અવ્વલ

સામાન્ય રીતે છેલ્લા કેટલાક સમયથી દૂધ ક્ષેત્રે સમગ્ર ભારતમાં ( milk production in india ) ગુજરાત અવ્વલ નંબરે રહ્યું છે ત્યારે આગામી સમયમાં પણ દૂધ ઉત્પાદન વ્યવસાય તરીકે અપનાવવામાં આવે તો હજુ પણ ગુજરાતમાં આ ક્ષેત્રમાં વિકાસની વિપુલ તકો સર્જાઇ શકે તેમ છે. જેના પગલે રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના ( Rashtriya Gokul Mission 2021 ) અંતર્ગત 2 કરોડ સુધીની સહાય અથવા જે તે રકમની 50 ટકા સબસિડી ( Animal Husbandry Loan Scheme 2021 ) આપવા માટેની યોજના શરૂ કરવામાં આવી છે. ભારતમાં પશુપાલન ક્ષેત્રે 50 ટકા સુધીની સહાય અપાતી નથી ત્યારે દેશમાં આ પ્રકારની સહાય માત્ર કેન્દ્ર સરકાર તેમજ અમુલ ફેડરેશન થકી શક્ય બની છે .જોકે કેન્દ્ર સરકાર દ્વારા ગામડાના વિકાસ માટે શરૂ કરાયેલી આ યોજના સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જઇ દૂધના વ્યવસાયમાં નવા આયામો સર કરે તો નવાઈ નહીં.

ગ્રામીણોનું જીવન ધોરણ બદલવાનો પ્રયાસ

છેલ્લા કેટલાક સમયથી દૂધ ઉત્પાદનમાં ગુજરાત નંબર વન છે તેમજ પશુપાલન ક્ષેત્રે થઈ રહેલો વિકાસ સમગ્ર દેશમાં દિશાસૂચક છે ત્યારે રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના થકી આર્થિક સહાય જાહેર થતા હવે પશુપાલક સહિત ગામડાનું જીવન ધોરણ બદલવા માટે શરૂ કરાયેલી આ યોજના કેટલી સફળ બને છે તે પણ મહત્વનું બની રહે છે.

બીફ તેમજ પેટ્રોલ બાબતે સેવ્યું મૌન

અમૂલ ફેડરેશનના ( amul federation ) ચેરમેન શામળભાઇ પટેલને વર્તમાન સમયમાં ભારત બીફના મામલે સમગ્ર વિશ્વમાં પ્રથમ હોવાનું પૂછતાં તેમણે મૌન સેવ્યું હતું. સાથે પેટ્રોલના વધતા ભાવ અંગે પણ તેમણે કશું બોલવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચોઃ 75 Years of Amul: અમૂલ ડેરી ઓર્ગેનિક ફર્ટિલાઈઝર તરફ આગળ વધશે- અમિત વ્યાસ

આ પણ વાંચોઃ રાજ્ય સરકાર દ્વારા પશુઓની ગણતરી, સુરત ગ્રામ્યમાં 5.41 પશુધન, માંડવી તાલુકામાં સૌથી વધુ ભેસો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.