ETV Bharat / state

PM Kisan Sanman Nidhi 2022 : સાબરકાંઠાના ખેડૂતો સાથે વડાપ્રધાને કર્યો સીધો સંવાદ, જાણો શું કહ્યું... - પીએમ કિસાન નિધિનો 10મો હપ્તો 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમતનગરમાં 600થી વધારે ખેડૂત સંગઠન ધરાવનારા સંગઠનના પ્રતિનિધિ સાથે વાત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ (PM Kisan Sanman Nidhi 2022) ઓનલાઈન યોજાયેલા પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં ગુજરાતના ખેડૂતો સાથે ગુજરાતીમાં (PM interacted with Himmatnagar farmers) વાત કરી હતી.

PM Kisan Sanman Nidhi 2022 : સાબરકાંઠાના ખેડૂતો સાથે વડાપ્રધાનનો સીધો સંવાદ, કહ્યું સમસ્યા ઉકેલવાની દિશામાં કામ

author img

By

Published : Jan 1, 2022, 8:14 PM IST

હિંમતનગર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા (PM Kisan Sanman Nidhi 2022) આજે સાબરકાંઠાના હિમતનગર ખાતે પ્રાકૃતિક તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ (PM interacted with Himmatnagar farmers) થયો હતો, જેમાં નેચરલ ખેતી કરનારા ખેડૂત સંગઠન સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતમાં ખેતીનું ભાવિ ઉજળું છે તેમજ કુદરતી ખેતી થકી ખેતીનો ખર્ચ ઘટવાની સાથે સમૃદ્ધ ખેડૂતનું સ્વપ્ન પણ સાર્થક થઇ શકે તેમ છે.

ખેત પેદાશ સીધા માર્કેટમાં મૂકવાના પ્રયાસને પણ અતિ મૂલ્યવાન ગણાવ્યો

આ પણ વાંચોઃ PM Kisan Yojana: પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં મોકલ્યો કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો, જાણો કેટલા કરોડ આપ્યાં

સાબરકાંઠાના ખેડૂતોને લાભ મળ્યો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે કિસાન નિધિ યોજના (PM Kisan Sanman Nidhi 2022) અંતર્ગત ઓર્ગેનિક તેમજ નેચરલ ખેતી કરનારા ખેડૂત સંગઠનો માટે પણ વિશેષ રકમ ફાળવાઈ હતી. જે અંતર્ગત સાબરકાંઠાના હિમતનગર ખાતે 600થી વધારે ખેડૂત સંગઠન ધરાવનારા ખેડૂત પ્રતિનિધિ સાથે વાત (PM interacted with Himmatnagar farmers) કરી હતી. ખેડબ્રહ્માના દીક્ષિત પટેલ દ્વારા સમગ્ર જિલ્લાની ખેતીની પાયાની વિગતો રજૂ કરવામાં આવી હતી. પીએમે ઇડર તેમજ પોશીના વિસ્તારમાં ખેતીમાં આવેલા આમૂલ પરિવર્તનની પણ વાત કરી હતી. જોકે વનવાસી વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી થતી હતી, પરંતુ કેટલાક વર્ષોમાં રાસાયણિક ખેતી તરફ વળેલા ખેડૂતો પણ હવે કુદરતી ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો ઓર્ગનિક ખેતી થકી ખેતપેદાશો પણ સાથે લાવ્યા હતાં જેના પગલે પીએમે ખેડૂતોનું ઉજ્જવળ ભાવિ ગણાવ્યું છે. આગામી સમયમાં સંગઠન શક્તિ થકી ખેડૂતોના ખર્ચમાં ઘટાડાની સાથે સાથે ઉપજમાં વધારો કરવાની વાત તેમજ ખેત પેદાશ સીધા માર્કેટમાં મૂકવાના પ્રયાસને પણ અતિ મૂલ્યવાન ગણાવ્યો હતો. જોકે વડાપ્રધાને કરેલી વાતચીતના પગલે ખેડૂત જગતના હાજર રહેલા પ્રતિનિધિઓમાં અને ઉત્સાહથી આગામી સમયમાં બાકી રહેલા તમામ ખેડૂતો સુધી કુદરતી ખેતી તરફ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

છ રાજ્ય સાથે પીએમ દ્વારા વર્ચ્યુઅલ સંવાદ

વડાપ્રધાને આજે ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુ, પંજાબ તેમજ ઉત્તરપ્રદેશના ખેડૂતો સાથે (PM Kisan Sanman Nidhi 2022) સંવાદ કર્યો હતો. જેમાં ખેતી અને ખેત પેદાશો અંગે સ્થાનિક ખેડૂતોની પાયાની જાણકારી મેળવી હતી. સાથોસાથ ખેડૂતોને થઈ રહેલા વિવિધ ભાવતાલ સહિત સમસ્યાઓનો પણ સમાધાન કરવાની દિશામાં કાર્યરત હોવાની (PM interacted with Himmatnagar farmers) વાત કરી હતી.

આ પણ વાંચોઃ PM કિસાન સન્માન નિધિ યોજનામાં મહેસાણા જિલ્લો રાજ્યમાં બીજા નંબરે

ગુજરાત સાથે ગુજરાતીમાં સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (PM Kisan Sanman Nidhi 2022) સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડૂતો સાથે થયેલા સંવાદ (PM interacted with Himmatnagar farmers) દરમિયાન ગુજરાતીમાં સંબોધન કર્યું હતું તેમજ સમગ્ર જાણકારી પણ ગુજરાતીમાં મેળવી હતી. ખેડૂતો પાસેથી જવાબ પણ ગુજરાતીમાં મેળવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.