સાબરકાંઠાના ઇડર તાલુકાના ભંડવાલ ગામે બુધવારના રોજ મેઘરાજાને રીઝવવા માટે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ વિજ્ઞાનની વાતો તો બીજી તરફ આજે પણ કેટલાક ગામડા એવા છે. જેમાં વૈદિક બાબતોને પ્રાધાન્ય આપી રહ્યાં છે. વેદો તેમજ પુરાણોમાં ઉલ્લેખ છે કે, મેઘરાજાને મનાવવા માટે વિવિધ યજ્ઞ તેમજ આહુતી થકી વરસાદ મેળવી શકાય છે.
જે મુજબ જો વરસાદ ન થાય તો મેઘ યજ્ઞ દ્વારા વરુણદેવને રીઝવી શકાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઇડર તાલુકાના ભંડવાલ ગામના ગ્રામજનોએ આજે એકઠા થઈ યજ્ઞનું આયોજન કર્યુ હતું. તેમજ યજ્ઞ થકી વરસાદ આવે તેવું દૃઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
જો કે સામાન્ય રીતે આવા યજ્ઞ બાદ વરસાદ થતો હોવાનું પણ છેલ્લા કેટલાક સમયના અનુભવી સિદ્ધ થયું છે. ત્યારે સ્થાનિક ગ્રામજનો પણ યજ્ઞ થકી વરસાદ થશે તેવું માની રહ્યા છે.
છેલ્લા કેટલાંક વર્ષોની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં સમયાંતરે જરૂરિયાત મુજબનો વરસાદ આવતો રહ્યો છે.તેમજ સ્થાનિક ખેડૂતોને ક્યારેય કોઈ યજ્ઞની જરૂરિયાત ઉભી થઇ નથી. પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા સ્થાનિકોએ યજ્ઞ થકી નવો પ્રયાસ હાથ ધરે છે.
એક તરફ હવામાન વિભાગ દ્વારા આ વર્ષે 100 ટકા વરસાદ થવાનું અનુમાન અને સંકેત હોવા છતાં વરસાદ ન થતા હવે સ્થાનિક ગ્રામજનો વૈદિક સંસ્કૃતિને માની રહ્યા છે. ત્યારે આ એક નક્કી કેટલો અને કેવો વરસાદ થશે. એ તો સમય બતાવશે.