લોકસભાની ચૂંટણી માટે દરેક ઉમેદવાર પોતપોતાના બાયોડેટા સાથે ગાંધીનગરથી દિલ્હીના ચક્કર લગાવે છે ત્યારે આજે સવારથી જ ગુજરાત સરકારના સિંચાઈ પ્રધાન પરબત પટેલને બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર તરીકે ફાયનલ કરાયાની અફવા વચ્ચે આજે સાબરકાંઠાના ઇડરના ચિત્રોડા ગામે તમામ અફવાઓ વચ્ચે ભાજપને ફાળે ગુજરાતની તમામ બેઠકો જીતવાનો આશાવાદવ્યક્તકર્યો હતો.
બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર માટેની પસંદગી થવાના પગલે તેમણે જણાવ્યું હતું, કે લોકસભાના ઉમેદવાર તરીકે મારી કોઈ ઉમેદવારી જ નથી જો કે, આજદિન સુધી પાર્ટીએ જે આદેશ આપ્યો છે તે જ શિરોમાન્ય રાખ્યો છે તેમજ હાલમાં પણ પાર્ટી જે આદેશ આપે તે જ માન્ય હોવાની વાત કરી હતી. તેમજ બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાત વિકાસની રાજનીતિને આગળ વધારવા તૈયાર હોવાની વાત કરી હતી.