ETV Bharat / state

Paal Dadhwav massacre Tableau : સાબરકાંઠાના આ ટેબ્લો થકી એક સદી બાદ દેશદુનિયા જાણશે અંગ્રેજોનો વધુ એક સિતમ

નવી દિલ્હીમાં આયોજિત પ્રજાસત્તાક પર્વની પરેડમાં પાલ દઢવાવ હત્યાકાંડનો ટેબ્લો રજૂ થઈ રહ્યો છે. તો જાણો જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવા ભયાનક હત્યાકાંડની (Paal Dadhwav massacre Tableau ) હકીકતો અને આજની સ્થિતિ વિશે.

Paal Dadhwav massacre Tableau : સાબરકાંઠાના આ ટેબ્લો થકી એક સદી બાદ દેશદુનિયા જાણશે અંગ્રેજોનો વધુ એક સિતમ
Paal Dadhwav massacre Tableau : સાબરકાંઠાના આ ટેબ્લો થકી એક સદી બાદ દેશદુનિયા જાણશે અંગ્રેજોનો વધુ એક સિતમ
author img

By

Published : Jan 26, 2022, 3:51 PM IST

સાબરકાંઠાઃ આઝાદીની લડત માટે જલિયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો હત્યાકાંડ (Paal Dadhwav massacre Tableau ) એક સદી પહેલાના ભારતના ઈતિહાસમાં રયાયો હતો. જેમાં ગુજરાતના સાબરકાંઠાના વિજયનગરના પાલ દઢવાવ પાસે 1200થી વધુ લોકોને અંગ્રેજોએ ગોળી મારી હત્યા કરી કૂવામાં ફેકી દીધા (Gujarat tableau will depict massacre by the British) હતાં. જોકે આટલા મોટા હત્યાકાંડના સો વર્ષ પછી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત તરફથી રજૂ થયેલા ટેબ્લોમાં સમાવેશ કરાતા વિજયનગર વિસ્તારમાં ગૌરવ સાથે ખુશી (Gujarat tableau will depict massacre by the British) જોવા મળી હતી.

Paal Dadhwav massacre Tableau

પાલ દઢવાવ હત્યાકાંડની ઘટના શું હતી?

વિજયનગરનો પાલ દઢવાવ હત્યાકાંડ જલિયાવાલા હત્યા કાંડ કરતાં પણ મોટો હત્યાકાંડ (Paal Dadhwav massacre Tableau ) માની શકાય છે. દેશને આઝાદ કરવા અનેક આંદોલનો થયા પણ આ વનવાસી લોકો માટે 1922ની 7 માર્ચનો દિવસ વિજયનગરના આદિવાસી વિસ્તાર માટે કાળો સાબિત થયો હતો. રાજસ્થાનના મેવાડના જાણીતા સ્વાતંત્ર્યસેનાની મોતીલાલ તેજાવતે બ્રિટીશ સરકાર સામે લગાન વધારવા અને જુલમ સામે પાલ દઢવાવ પાસે આવેલી નદી પાસે આવેલ 7 આંબા હતાં તેની પાસેના મેદાનમાં સભા બોલાવી હતી. જેમાં રાજસ્થાન અને ગુજરાતના પોશીના અને વિજયનગરના આસપાસના અનેક ગામડાઓના લોકો ઉમટી પડ્યા હતાં. જેના પગલે બ્રિટીશ અર્ધલશ્કરી દળો ગોઠવાઈ ગયા હતાં.

અંગ્રેજ અફસર એસ. જી. શટરે ઉંચી ટેકરી પર મશીનગન ગોઠવીને ફાયરિંગ કર્યુ

આ લડતમાં બ્રિટીશ સરકારે મોતીલાલ તેજાવતને પકડી પાડવા આદેશ આપ્યા હતાં. જોકે વાતચીત થઈ રહી હતી તે દરમિયાન જ અચાનક અંગેજ અફસર પર ગોળી છૂટતાં એકઠા થયેલા સ્થાનિકો પર એંગ્રેજોએ કાળો કેર વરસાવીને ખુની ખેલ ખેલતા મૃતદેહોને કૂવામાં નાખ્યાં હતાં. પાલ દઢવાવમાં મોતીલાલ તેજાવતના નેજા હેઢળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયાં હતાં. હજ્જારોની જન મેદની ઉમટી પડી હતી ત્યારે અંગ્રેજ અફસર એસ. જી. શટરે ઉંચી ટેકરી પર મશીનગન ગોઠવીને ફાયરિંગ (1922 massacre of Gujarat tribal freedom fighters ) કર્યુ હતું. જોતજોતામાં મૃતદેહો ઢગલા થઈ લોહીની નદીઓ વહેવા લાગી હતી. ત્યા એક આંબાવાડી પાસે આવેલા કૂવામાં મૃતદેહો નાખી દેવામાં આવ્યાં હતાં અને અંગ્રેજોએ કરેલા ગોળીબારની ગોળીઓ આંબાના વૃક્ષોમાંથી મળી આવી હતી.

આ પણ વાંચોઃ 73rd Republic day celebration in Somnath : રાજ્યકક્ષાની ઉજવણીમાં પરેડ યોજાશે, સાંસ્કૃતિક કાર્યક્રમો રદ

ઘટનાની જાણકારી દબાવવામાં આવી

પાલ દઢવાવ પાસે એક મેદાનમાં આ લોહિયાળ જંગ ખેલાયો અને ત્યારબાદ આ દીવાલ પાછળ આવેલા કૂવામાં મૃતદેહોનો ઢગલો ખડકાયો હતો. કેટલાક વર્ષો સુધી તો કૂવામાંથી લાલ પાણી પણ આવતું હતું અને અસ્થિઓ પણ મળતાં હતાં. 1922ની આ ઘટના (1922 massacre of Gujarat tribal freedom fighters) દબાવી દેવામાં આવી હતી, કારણ કે હત્યાકાંડમાં 1200થી વધુ લોકોને બંદુકની ગોળીએ વીંધી નાખવામાં આવ્યાં હતાં. પાલ દઢવાવ જેતે સમયે જંગલ વિસ્તાર હતો. સાથે રાજસ્થાનને અડીને ડુંગરાળ વિસ્તારમાં આ ઘટના બની હતી. અંગ્રેજો દ્વારા આ વાત બહાર ન જાય તે માટે પણ લોકો ઉપર જુલ્મો થયાં હતાં અને વાતને દબાવી દેવામાં આવી હતી. જોકે અહીંની આદિવાસી પ્રજા આ ઘટનાને તાજી રાખવા પોતાના લોકગીતો અને લગ્ન ગીતોમાં પણ ગાવાનું ચાલુ રાખ્યું છે.

ઘટનાસ્થળે સ્મારક બનાવવાની માગણી

આમ તો આ હત્યાકાંડ ફક્ત વિજયનગર અને સાબરકાંઠા પુરતો છે અને આ ઘટનાને હજુ પુરતી પ્રસિદ્ધિ પણ મળી નથી. જેને લઈને સ્થાનિકોની માગ છે કે આ ઘટનાને લોકો જાણે. તો સરકારે જે વીરાંજલી વન બનાવ્યું તે પણ આ ઘટનાસ્થળથી દૂર બનાવ્યું છે. જે અહીં બનાવે તેવી પણ લોક માગ ઉઠી છે. જે હત્યાકાંડ સર્જાયો હતો તે જગ્યા છે દઢવાવ અને આ દીવાલની પાસે જ કૂવો હતો અને દીવાલની બાજુમાં 7 થી વધુ આંબાના ઝાડ હતાં. સમય જતા એ ઝાડ સુકાઈ ગયાં અને કાપ્યા તો તેમાંથી ગોળીઓ પણ મળી હતી. આ શહીદોની યાદમાં શહીદ વન અને વીરાંજલી વન પણ બનાવ્યા છે અને 1200 જેટલા ઝાડ પણ વાવવામાં આવ્યા છે પરંતુ જે ઘટના બની હતી એ સ્થળથી દુર વન બનાવ્યાં છે. તો સ્થાનિકો હાલ તો માગ છે કે જે હત્યાકાંડ સર્જાયો હતો એ જગ્યાએ કંઈ કરવામાં આવે કે કંઈ બનાવવામાં આવે તો લોકોને પણ મામલે જાણકારી મળી રહે. કારણ કે આવનારી પેઢી તો આ સમગ્ર હત્યાકાંડ મામલે અજાણ હશે તો જે બનાવની જગ્યા છે ત્યાં કોઇ સ્મારક બનવું જોઇએ (1922 massacre of Gujarat tribal freedom fighters ) તેવી માગ ઉઠી છે.

આ પણ વાંચોઃ Delhi Republic Day Pared 2022: દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં કઈક આવી હશે ગુજરાતની ઝાંખી

ટેબ્લો થકી દેશદુનિયામાં પહોંચશે જાણકારી

આઝાદીની લડતમાં પાલ દઢવાવની શહાદતમાં બારસો વીરોએ જીવનું બલિદાન આપ્યું હતું. પરંતુ હજુ ઈતિહાસના પાનાઓ પર અંકિત થઈ શક્યાં (Gujarat tableau will depict massacre by the British) નથી. ત્યારે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રજૂ થનારા ટેબ્લોથી (Paal Dadhwav massacre Tableau )રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર હત્યાકાંડની નોંધ લેવાય તેવી માગ પણ ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.