હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપડ ગામે 30 વર્ષીય યુવકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં હડકંપ મચ્યો છે. જો કે, છેલ્લા પાંચ દિવસથી સાબરકાંઠા જિલ્લામાં એક પણ કેસ ન નોંધાતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો, તેવા સમયે વધુ એક કેસ નોંધાતા તંત્ર એક્શનમાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવના 2 કેસ નોંધાયા હતા. તેમજ છેલ્લા પાંચ દિવસથી એક પણ કેસ ન નોધાતા સાબરકાંઠા વહીવટીતંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવાયો હતો. જો કે, આજે પ્રાંતિજના સાપડ ગામે 30 વર્ષીય યુવકનો કોરોના કેસ પોઝિટિવ આવતા સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રમાં હડકંપ સર્જાયો છે.
સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ વહિવટી તંત્ર દ્વારા ઠોસ પગલાં ભરવાની સાથે સાથે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. જો કે, કોરોના વાઈરસ સંક્રમિત અંતર્ગત પ્રાંતિજના સાપડ ગામે વધુ એક કેસ નોંધાતા વહીવટી તંત્ર દ્વારા આસપાસના નવ ગામોને કન્ટેન્ટ મેંટ એરીયા તરિકે જાહેર કરવામાં આવ્યાં છે.
હાલમાં પ્રાંતિજના મોયદ ગામના ત્રણ કિલોમીટરનો એરિયા પ્રતિબંધિત જાહેર કરાયા બાદ સાપડ વિસ્તારને પણ પ્રતિબંધિત જાહેર કરી દેવામાં આવ્યું છે. જેના પગલે કોરોના વાઈરસને ફેલાતો અટકાવી શકાય.