સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે પોલીસે દારૂનો જથ્થો પકડી ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસે બાતમીના આધારે એક સાથે ચાર જગ્યાએ રેકી કરી દારૂના વિપુલ જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી છે. જોકે કેટલાક આરોપીઓ અંધારાનો લાભ લઇ ભાગી છૂટવામાં સફળ થયા હતા.
જિલ્લા પોલીસે તમામ દારૂનો મુદ્દામાલ સહિતનો જથ્થો ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.