ઉત્તર ગુજરાતમાં ભાદરવી પૂનમનો અનોખો મહિમા જોવા મળે છે. જેથી વિવિધ વિભાગોએ આર્થિક રીતે સધ્ધર થવા માટે વિશેષ આયોજન કર્યા હતા. એસ.ટી વિભાગ દ્વારા 225 ટ્રીપ બનાવી વિવિધ ડેપો દ્વારા બસો દોડાવવામાં આવી હતી. જેના કારણે એસ.ટી વિભાગને 80 લાખ કરોડની આવક થઈ હતી.
આ વખતે ભાદરવી પૂનમ નિમત્તે 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પગપાળા કરી દર્શનાર્થે ગયા હતા. તેમને ધ્યાનમાં રાખીને એસ.ટી વિભાગે વધુ બસો ગોઠવી હતી. વિવિધ વિસ્તારોમાં 125થી વધારે રૂટ બનાવ્યા હતા. જેના પગલે સામાન્ય દિવસ કરતાં ભાદરવી પૂનમના દિવસની આવકમાં વધારો નોંધાયો હતો.