સાબરકાંઠા: તલોદના હરસોલી ગામમાં શનિવારે સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારધામ પર રેડ પાડી હતી. જેમાં જુગાર રમતા 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ રૂપિયા 1,20,000થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ તમામ લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સૌથી મોટો સવાલ છે કે, ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા રેડ કરી 9 જુગારીયાઓની અટકાયત કરવામાં આવી હતી, ત્યાં સુધી તલોદ પોલીસને આ અંગે કોઇ જાણ નહોતી તે મહત્વની બાબત છે.