ETV Bharat / state

Sabarkantha News: સાબરકાંઠા બન્યું મીની કાશ્મીર, લુપ્ત થયેલા ઝરણાને મળ્યું નવજીવન - Sabarkantha News

સાબરકાંઠામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. લુપ્ત થયેલા ઝરણા ફરી વહેતા થયા છે. મીની કાશ્મીર જેવા દ્રશ્યો ઠેર ઠેર સર્જાયા છે. સહેલાણીઓ આ મીની કાશ્મીરની મુલાકાત લઇ રહ્યા છે. વહેતા ઝરણાના કારણે પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. સતત બે દિવસ ના ભારે વરસાદના પગલે ઝરણા થયા વહેતા થયા છે. ખળ ખળ વહેતા ઝરણા નયન રમ્ય બન્યા છે.

Sabarkantha News: સાબરકાંઠા બન્યું મીની કાશ્મીર, લુપ્ત થયેલા ઝરણાને મળ્યું  નવજીવન

author img

By

Published : Jul 12, 2023, 2:16 PM IST

સાબરકાંઠા બન્યું મીની કાશ્મીર, લુપ્ત થયેલા ઝરણાને મળ્યું નવજીવન

સાબરકાંઠા: ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે દરેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અરવલ્લીની ગિરિમાળાઓએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દર્શ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલા અનરાધાર વરસાદના પગલે અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી છે. વરસાદ બંધ થયા બાદ હવે છેલ્લા કેટલાય સમયથી લુપ્ત પડેલા ઝરણાઓ ફરી એકવાર વહેતા થતાં નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ વખતે સારો વરસાદ પડવાના કારણે ઘણાં ઝરણાઓને નવ જીવન મળ્યું છે.

કુદરતી સૌંદર્યનો નજારો: સાબરકાંઠાના ઈડરમાં એક સાથે ચાર ઇંચ વરસાદ કાપ્યા બાદ અને વિસ્તારમાં કુદરતી સૌંદર્યના ચાર ચાંદ લાગે છે. સમગ્ર અરાવલીની ગિરિમાળાઓમાંથી છેલ્લા કેટલાય સમયથી લુપ્ત થયેલા જણાવો ફરી એકવાર થયા છે. જોકે વહેતા થયેલા ઝરણાઓના પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે. સામાન્ય ચોમાસુ પૂર્ણ થાય ત્યારે આ વિસ્તારમાંથી ઝરણાઓ પ્રદર્શિત થતા હોય છે. જોકે પ્રથમ વરસાદે જ સાબરકાંઠાના ઈડર સહિતના વિસ્તારોમાંથી પસાર થતી પહાડોની હાર મારામાં ઠેકાણે કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળી રહ્યો છે.

મુલાકાતઓની સંખ્યામાં વધારો: અરવલ્લીની હારમારાઓમાં હાલના તબક્કે ઠેઠ ઠેકાણે પહાડો સહિત ડુંગરમાંથી વહેતા ઝરણાં સૌ કોઈ માટે મનમોહક બની રહ્યા છે. ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ હાલમાં વહી રહેલા ઝરણા ખુશીનો માહોલ સરજી રહ્યા છે. સામાન્ય રીતે મીની કાશ્મીર જેવી લીલોતરી સહિત ખરેખર વહેતા ઝરણા અહીં પ્રદર્શિત થયા છે. ત્યારે સ્થાનિક કક્ષાએ પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ મહત્વના બની રહ્યા છે. જોકે પ્રથમ વરસાદે જ વર્ષોથી લુપ્ત થયેલા ઝરણા વહેવાના પગલે આગામી સમયમાં આ ચરણોની સુંદરતા વધશે તે નક્કી છે. ત્યારે આ વિસ્તારમાં મુલાકાતઓની સંખ્યામાં પણ વધારો થાય તો નવાઈ નહીં.

  1. Rajkot News: રાજકોટને પીવાનું પૂરું પાડતા જળાશયો 70 ટકા ભરાયા, પીવાના પાણીની સમસ્યા હલ
  2. Gujarat Rain Update : વરસાદની લો પ્રેશર અને ડિપ્રેશનની આ બે સીસ્ટમ લાવશે ધોધમાર વરસાદ, ક્યાં ખાબકશે જૂઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.