સાબરકાંઠા: જિલ્લામાં કોરોના વાઇરસનો વ્યાપ વધતા શહેર અને ગ્રામ્ય વિસ્તાર પણ તેના સંક્રમણની અસરમાં આવ્યા છે. ત્યારે જિલ્લામાં કોરોના વાઇરસના સંક્ર્મણને નાથવા કાર્યરથ કોરોના વોર રૂમ દ્વારા 275 કન્ટેઇમેન્ટ વિસ્તારના લોકોને ઘર આંગણે જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જિલ્લામાં 25 આરોગ્ય ધન્વંતરી રથ કાર્યરત કરાયા છે.
આ રથ જિલ્લાના 2,23,117 લોકોએ લાભ લઈ કુલ 20, 766 ઓપીડી કરી 1, 948 લોકોનુ સ્થળ પર જ નિદાન કરી સારવાર અપાઇ છે.
જિલ્લાના લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે. જેના દ્વારા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં જઇ લોકોના આરોગ્યનું નિદાન કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધી જિલ્લામાં આવેલા 275 કન્ટેઇમેન્ટ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે.
જેમાં આરોગ્ય ધન્વંતરી રથમાં આર.બી.એસ.કે. ટીમ, એક સ્ત્રી અને એક પુરૂષ આયુષ મેડિકલ ઑફિસર અને પેરા મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા તાવ, શરદી, ખાંસી જેવી બિમારીઓનુ નિદાન કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.
જયારે પલ્સ ઓક્સિમીટરથી 5 લોકોની તપાસ કરાઇ છે જ્યારે ૩ લોકોને કોરોનાનો ટેસ્ટ કરવા જણાવાયુ હતું. આ ઉપરાંત અન્ય લોકોને ઈમ્યુનિટી બુસ્ટઅપ માટેની હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક ઉકાળા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
જોકે કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણ સામે આરોગ્ય વિભાગે શરૂ કરેલી મુહિમની સાથોસાથ આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા વધુ કઠોર તેમજ નિર્ણાયક પગલાંની આવશ્યકતા જણાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે પણ કોઈ ઠોસ પગલા લેવાય તે જરૂરી છે.