- સાબરકાંઠામાં 177 થી વધારે પક્ષીઓ કપાયા
- ઉત્તરાયણનું પર્વ પક્ષી જગત માટે બને છે મોતનું કારણ
- પ્રતિબંધિત ચાઇનીઝ દોરી આજે પણ યથાવત
- પતંગથી સ્થાનિકોની ખુશી પણ પક્ષી જગત માટે મોતનો માતમ
સાબરકાંઠા : ઉત્તરાયણ દાન-પુણ્ય સહિત દોરી પતંગ પણ એટલું જ મહત્વ રહેલું છે. જોકે, પતંગ ઉત્સવ દરમ્યાન માત્ર સાબરકાંઠા જિલ્લામાં 177 થી વધારે પક્ષીઓનું જીવન ચાઇનીઝ દોરીથી નેસ્ત નાબૂદ થયું છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા તમામ સારવાર પહોંચાડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. છતાં પણ કેટલાયે પક્ષીઓ માટે ચાઇનીઝ દોરી મોતનું કારણ બની છે.
હિંમતનગરમાં 70થી વધુ પક્ષીઓ દોરીથી કપાયા
માત્ર સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો 40 થી વધારે વાનર સ્વાન સહિતના પશુઓ ઉપર ચાઈનીઝ દોરીનો કહેર જોઈ શકાય છે. સ્થાનિકોની ખુશી પશુ પક્ષી જગત માટે દર્દ બની રહી છે. જિલ્લામાં 140થી વધારે પક્ષીઓ માટે ચાઈનીઝ દોરી મોત માટે જવાબદાર બની રહી છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ચાઇનીઝ દોરીનું વેચાણ હિંમતનગર તેમજ ઇડરમાં થયું હતું. જે અંતર્ગત પશુ-પક્ષીઓમાં પણ સૌથી વધારે કેસ હિંમતનગર તેમજ ઇડરમાં વધારે છે. જે અંતર્ગત માત્ર હિંમતનગરમાં 70થી વધારે કેસ પશુ-પક્ષીઓના કપાઈ જવાના બન્યા છે. સાથોસાથ ઇડરમાં પણ 20થી વધારે કેસ પશુ-પક્ષીઓને ચાઇનીઝ દોરીથી કપાતા હેલ્પલાઇન સેન્ટર ખાતે ખસેડી તમામને સારવાર કરાવી છે. જોકે, કેટલાક પશુઓને તેમજ પક્ષીઓને સારવાર મળે તે પહેલા જ તેમના મોત થઇ ચૂક્યા છે. ત્યારે ઉતરાયણનો આનંદ પક્ષી જગત માટે મોતનું કારણ બનવા છતાં આ મામલે તંત્ર દ્વારા સાવચેતી લેવાય તે જરૂરી છે.
વહીવટીતંત્ર દ્વારા કેટલા ચોક્કસ પગલાં લેવાય છે તે પણ મહત્વનું
જોકે, આવું ક્યારે બનશે તો આગામી સમય જ બતાવશે. પરંતુ દિન-પ્રતિદિન વધતું જતું ચાઇનીઝ દોરીનું પ્રમાણ માનવ જગત સહિત પશુ અને પક્ષી જગત માટે પણ અનેક આપદાઓ સર્જી રહ્યું છે. જોકે, આ મામલે આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા કેટલા ચોક્કસ પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહે છે. આ સાથે ચાઇનીઝ દોરીનું પ્રમાણ આગામી સમયમાં ન ઘટે તો હજુ પણ ગંભીર પરિણામો ભોગવવા પડશે તે નક્કી બાબત છે.