ETV Bharat / state

સાબરકાંઠમાં ખેડૂતો કેડ સમા પાણીમાં ભગવાનની સ્તુતિ કરવા કેમ મજબૂર બન્યા - Damage to farmers crops

ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. જેના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ભારે વરસાદના પગલે સાબરકાંઠાના જુમસર ગામ પારાવાર સમસ્યાઓમાં મુકાયું છે. વહીવટી તંત્ર દ્વારા ચાર માસ અગાઉ તળાવ ઊંડું કરવાની મંજૂરી ન અપાતા હવે 300 થી વધારે ખેડૂતોનો પાકમાં વરસાદી પાણી ફરીવળતા ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે. Monsoon Gujarat 2022,Rain in Sabarkantha, Rainfall in Sabarkantha damages farmers, Damage to farmers crops

સાબરકાંઠમાં ખેડૂતો કેડ સમા પાણીમાં ભગવાનની સ્તુતિ કરવા કેમ મજબૂર બન્યા

author img

By

Published : Sep 1, 2022, 2:59 PM IST

સાબરકાંઠા ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદના( Monsoon Gujarat 2022 )પગલે જગતનો તાત રાજીના રેડ છે. સાબરકાંઠાના ઈડરના ઝુમસર ગામે વરસાદના પગલે ખેડૂતો સહિત પશુપાલકો બેહાલ બન્યા છે. તેમજ સ્થાનિક વહીવટી તંત્ર સહિત સરકારના મંત્રી મહોદય દ્વારા પણ સ્થાનિક કક્ષાએ ઊભી થયેલી પરિસ્થિતિમાં કોઈ સહયોગ ન મળતાં કેડ સમા પાણીમાં ભગવાનને સ્તુતિ (Crop loss to Sabarkantha farmers )કરવા મજબૂર બન્યા છે.

પારાવાર સમસ્યાઓ

ગુજરાતમાં 100 ટકાથી વધારે વરસાદ ગુજરાતમાં આ વર્ષે મોટાભાગના વિસ્તારોમાં 100 ટકાથી વધારે વરસાદ( heavy rain in Sabarkantha )થયો છે. જેના પગલે ખેડૂતો તેમજ પશુપાલકોમાં ખુશી વ્યાપી છે. ત્યારે ભારે વરસાદના પગલે સાબરકાંઠાના ઇડરના સરહદી વિસ્તારમાં આવેલું જુમસર ગામ પારાવાર સમસ્યાઓમાં મુકાયું છે. એક તરફ સમગ્ર જિલ્લાનું સૌથી મોટું પાણીનું તળાવ ઝુમસર ગામમાં આવેલું છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાર માસ અગાઉ તળાવ ઊંડું કરવાની મંજૂરી ન અપાતા હવે 300 થી વધારે ખેડૂતોનો પાકમાં વરસાદી પાણી ફરીવળતા ચોમાસુ પાક સંપૂર્ણપણે નિષ્ફળ (Damage to farmers crops)ગયો છે. તેમજ પશુપાલન કરનારા પશુપાલકો માટે પણ ભારે સમસ્યાઓ સર્જાય છે.

આ પણ વાંચો શામળાજી પાસે પુલ ધોવાયો, 40થી વધુ ગામના લોકોને અવરજવરમાં હાલાકી

લીલો ઘાસચારો નાશ હાલના તબક્કે સમગ્ર ગામની ખેતી નિષ્ફળ જવાની સાથોસાથ પશુપાલકો માટે લીલો ઘાસચારો પણ સંપૂર્ણ નાશ પામ્યો છે. તો બીજી તરફ સૂકા ઘાસચારાની માંગ અનેક ગણી વધતા તેના ભાવ આંકાશે ભાવ બોલાઈ રહ્યા છે, સાથોસાથ પશુદાણ મામલે પણ સાબર ડેરી દ્વારા યોગ્ય જથ્થો ન ફરવા તા હવે સમગ્ર વિસ્તારમાં વહીવટી તંત્ર સામે બંડ પોકારી ઉઠ્યા છે. જોકે આ મામલે સ્થાનિક ખેડૂતોનું માનીએ તો ગ્રામજનો દ્વારા ચાર માસ અગાઉથી જ વહીવટી તંત્ર સહિત સચિવાલય સુધી લેખિત રજૂઆત કરાઈ હોવા છતાં વહીવટી તંત્રના આળસના પગલે આજે કેટલાય ખેડૂતો માટે જીવન મરણનો સવાલ સર્જાયો છે. આ મામલે આ ગામની રૂબરૂ મુલાકાત લેતા તેમને પોતાની વેદના કઈક આ રીતે વ્યક્ત કરી હતી.

ખેતરોમાં પાણી ભરાયા જોકે સ્થાનિક વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન ખેતીની સાથે સાથ પશુપાલન કરનારા લોકો માટે પણ સર્જાયો છે હાલના તબક્કે સમગ્ર ગામમાં 300 થી વધારે પશુપાલકો દૈનિક 2200 થી 2400 લીટર દૂધ ભરાવે છે. ત્યારે ચાર માસ અગાઉ 4,000 થી 4500 લીટર દૂધ ભરાવતા હતા. સાથોસાથ તળાવ ઊંડું ન કરાતા પાણી હાલમાં તમામ ખેતરોમાં ભરાઈ રહેતા પશુપાલકોએ વવાયેલો ઘાસચારો કહોવાઈ હતા હવે પશુપાલકોએ શું ખવડાવવું તે પણ પ્રશ્ન બન્યો છે.

આ પણ વાંચો નોરતામાં વરસાદ બનશે વિલન, હવામાન ખાતાએ ખેલૈયાઓ માટે માઠા વાવડ આપ્યા

તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાય નથી જોકે હાલમાં સમગ્ર ગામના મોટાભાગના બોરવેલમાંથી એમ જ પાણી બહાર આવી રહ્યું છે, ઝુમસર ગામે ઊભી થયેલી આ સ્થિતિના પગલે 120 એકરથી વધારેની જમીનમાં હાલ પાણી ભરાઈ રહ્યું છે જે ખાલી થવાની જગ્યાએ વધારે ઉમેરો થઈ રહ્યો છે તે જોતા આગામી સમયમાં સ્થાનિક લોકો માટે હજુ પણ ભારે સમસ્યા સર્જાઈ શકે તેમ છે. જોકે વહીવટી તંત્રને અગાઉથી જાણ કરાયેલી હોવાની સાથોસાથ ગાંધીનગરના સચિવાલય સુધી સ્થાનિક સરપંચ દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાય નથી ત્યારે જોવી રહે છે કે આગામી સમયમાં આ મામલે કેટલા અને કેવા પગલાં લેવાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.