સાબરકાંઠાઃ જિલ્લાના પ્રાંતિજમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના મળનાર અન્ન પુરવઠામાંથી ચોરી કરવાનો પ્રયાસ પ્રકાશમાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ચોકડી ખાતે આવેલી હોટલ રાજ પુરોહિતના કમ્પાઉન્ડમાં છ ટ્રકો એફ.સી.આઈ અરવલ્લી-મોડાસા ખાતે આ અનાજનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. આ સરકારી અનાજનો જથ્થો અનઅધિકૃત રીતે રાજપુરોહિત હોટલના માલિકના ડાલામાં ચોરી કરવામાં આવ્યો હતો.
જેની જાણ પ્રાંતિજ વહિવટીતંત્રને થતા તુરંત કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આવશ્યક ચીજ-વસ્તુ વિતરણ વ્યવસ્થા 2001ની જોગવાઈઓનો ભંગ થયેલાનું જણાતાં જથ્થો તેમજ વાહન સાથે રૂપિયા 1,03,290/- જથ્થો સીલ કરી સરકાર હસ્તક લેવામાં આવ્યો હતો.
આ જથ્થા પૈકી પિકઅપ ડાલા સહિત ગણેશ એન્ડ કું.ની છ ટ્રકો અન્ન પુરવઠા સહિત અંદાજિત રૂ. 63,44,593/- જથ્થો સીલ કરી હિંમતનગર ખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગોડાઉન ખાતે સાચવવા માટે મૂકવામાં આવ્યો હતો.
તેમજ આગળની શિક્ષાત્મક કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલ કોરોના મહામારીમાં 21 દિવસનુ લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે આ સમયમાં રાજય સરકાર અને જિલ્લા વહિવટીતંત્ર કોઇ જરૂરીયાતમંદ અન્નના જથ્થા વિનાના રહી જાય તે માટે સતત મોનિટરીંગ કરી કહ્યા છે. જેમાં બારોબાર કરનારા વેપારીઓ સામે કઠોર પગલાં ભરાય તે જરૂરી છે.