ETV Bharat / state

હિંમતનગર નગરપાલિકા એક્શન મોડમાં, શનિ-રવિ બજારમાં તાળાબંધી

author img

By

Published : Apr 15, 2021, 10:14 AM IST

Updated : Apr 15, 2021, 2:57 PM IST

સાબરકાંઠાની હિંમતનગર નગરપાલિકા ગુરૂવારથી કોરોના મહામારીના મામલે સ્વૈચ્છિક લોકડાઉન કરવા જઈ રહી છે. જેમાં, એપ્રિલ માસના તમામ શનિ-રવિવારે લોકડાઉન રહેશે. તેમજ બાકીના દિવસોએ સાંજે 5થી સવારે 8 વાગ્યા સુધી બજારો બંધ રહેશે.

હિંમતનગર નગરપાલિકા એક્શન મોડમાં, શનિ-રવિ બજારમાં તાળાબંધી
હિંમતનગર નગરપાલિકા એક્શન મોડમાં, શનિ-રવિ બજારમાં તાળાબંધી
  • સાબરકાંઠાના હિંમતનગરમાં આવતીકાલથી લોકડાઉનની જાહેરાત
  • એપ્રિલ માસના શનિવાર-રવિવારે તમામ બજારો બંધ રાખવા આદેશ
  • બાકીના દિવસોમાં સાંજે 5 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન

સાબરકાંઠા: સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી દિન-પ્રતિદિન વ્યાપક રીતે ફેલાઇ રહી છે. ત્યારે, તેને કાબૂમાં લેવા માટે આવે સ્વૈચ્છિક લોકડાઉન એકમાત્ર રસ્તો છે. આથી, સાબરકાંઠાના હિંમતનગરમાં આજે ગુરૂવારથી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત એપ્રિલ માસના તમામ શનિવાર અને રવિવારે લોકડાઉન રહેશે તેમજ બાકીના દિવસોમાં સાંજે 5 વાગ્યેથી સવાર 8 વાગ્યા સુધી સ્વૈચ્છિક બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો: કોરોનાના કેસ વધતા સુરત જિલ્લો સ્વૈચ્છિક લોકડાઉન તરફ

શનિવાર અને રવિવાર શહેરની બજારો બંધ

હિંમતનગર નગરપાલિકા દ્વારા કોરોના મહામારીના સંક્રમણને વધવાને પગલે બુધવારે ટાઉનહોલ ખાતે વેપારીઓ તેમજ પાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત વહીવટી તંત્ર વચ્ચે એક બેઠક યોજાઇ હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, સ્થાનિક જનતાને કોઈ તકલીફ ન પડે તેમ કોરોના સંક્રમણ અટકાવવા મહત્વના પગલાં દ્વારા લોકડાઉનની ગાઈડલાઈન રજૂ કરાઈ હતી. જે અંતર્ગત, એપ્રિલ માસના તમામ શનિવાર અને રવિવાર હિંમતનગરની બજારો બંધ રહેશે. વધુમાં આગળના 10 દિવસ સુધી શહેરમાં સાંજે 5 વાગ્યા પછી બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, ખાણીપીણીની લારી અને ગલ્લા રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. આ સાથે, મેડિકલ અને દૂધ સહિતની આવશ્યક ચીજવસ્તુઓની સેવામાં છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટમાં કોરોનાનો કહેર, મોટાભાગની બજારો આજે શનિવારે સ્વૈચ્છિક બંધ

હિંમતનગર નગરપાલિકા દ્વારા લેવાયો નિર્ણય

કોરોના મહામારીના વધતા સંક્રમણને ધ્યાનમાં લેતા મોટાભાગના શહેર અને નગરપાલિકાઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે, હિંમતનગર નગરપાલિકાએ પણ આગામી 30 એપ્રિલ સુધી તમામ શનિ-રવિવારે સ્વૈચ્છિક લોકડાઉનને મહત્વ આપ્યું છે. તેમજ, આગામી દિવસોમાં સાંજે 5 વાગ્યાથી બીજે દિવસે સવારે 8 વાગ્યા સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પરંતુ, આવશ્યક ચીજવસ્તુ સહિત મેડિકલને છૂટછાટ આપવામાં આવી છે.

Last Updated : Apr 15, 2021, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.