ETV Bharat / state

ભારતમાં ચોરી ઉઠાંતરીનો તરખાટ મચાવતી મધ્યપ્રદેશની ગેંગને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી

સાબરકાંઠા દેશના કેટલાક રાજ્યોમાં ચોરીનો તરખાટ (Theft case in Khedbrahma) મચાવનારી ગેંગ ઝડપાય છે. મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગની ઝડપી લેવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી છે. (Madhya Pradesh Kadiya Sansi Gang Theft)

ભારતમાં ચોરી ઉઠાંતરીનો તરખાટ મચાવતી મધ્યપ્રદેશની ગેંગને ખેડબ્રહ્મા પોલીસને ઝડપી

author img

By

Published : Jan 12, 2023, 3:58 PM IST

મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગની ઝડપી લેવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી

સાબરકાંઠા : સાબરકાંઠા સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી ચીલ ઝડપ તેમજ ઉઠાંતરી ગેંગનો તરખાટ વધ્યો હતો, ત્યારે તાજેતરમાં ખેડબ્રહ્માની બેંકમાં અચાનક અજાણી મહિલાઓ દ્વારા ચીલઝડપની ઘટના પ્રકાશમાં આવતા ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. જોકે ગુજરાત સહિત ભારતના કેટલાય રાજ્યોમાં તરખાટ મચાવતી મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગની ઝડપી લેવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી છે. ખેડબ્રહ્મા પોલીસે બાત વિના આધારે પાંચ લાખથી વધારેના મુદ્દામાલ સાથે 11 આરોપીને ઝડપી આંતરરાજ્ય ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી છે.

ખેડબ્રહ્માની SBI બેન્કમાં ચીલ ઝડપ સાબરકાંઠા સહિત ગુજરાત તેમજ કેટલાય રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી બેંક, પાર્ટી પ્લોટ તેમજ રિસોર્ટમાં મહિલાઓ સહિતનો ઉપયોગ કરી ચીલ ઝડપ અને તફળંચીની કેટલીય ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જોકે તાજેતરમાં ખેડબ્રહ્માની SBI બેન્કમાં અજાણી મહિલા દ્વારા બે લાખથી વધારેની રકમની ચીલ ઝડપ થતાં ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે સર્વિલન્સ સહિત બાતમીદારોને એલર્ટ કર્યા હતા. પોલીસની તપાસના ધમધમાટ વચ્ચે અમદાવાદથી અંબાજી તરફ ખાનગી વાહનમાં જતા ચાર શખ્સોની બાતમી ખેડબ્રહ્મા પોલીસને મળી હતી.

11 જેટલા આરોપીઓ પોલીસે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન ચાર શખ્સોને ખાનગી વાહનો તરફ જતા શંકાસ્પદ હિલચાલના પગલે પોલીસે કોર્ડન કરી તમામને પૂછપરછ કરતા પગ તળેથી જમીન ખસી જાય તેવો ઘાટ સર્જાયો હતો. ગુજરાત સહિત દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ તેલંગાણા જેવા રાજ્યોમાં તરખાટ મચાવનારી ગેંગના ચાર આરોપીઓ ઝડપી લેવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી હતી. જોકે મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના ચાર આરોપીઓ ઝડપાયા બાદ પોલીસે CCTV ફૂટેજ સહિત અન્ય સર્વેન્સ કામે લગાડતા આ મામલે દેશ કક્ષાની ગેંગનો પર્દાફાશ થયો હતો. તેમજ ખેડબ્રહ્મા પોલીસે આ મામલે 11 જેટલા આરોપીઓને ઝડપી લેવામાં સફળ બની હતી.

આ પણ વાંચો નવસારી શહેરમાં દિવસે ચોરીનો ચમકારો

ચોરી માટે બાળકો રાખે સાથે મળતી માહીતી મુજબ સમગ્ર દેશમાં તરખાટ મચાવનારી આ ગેંગની મોરસ ઓપરેન્ડી અન્ય ગેંગો કરતા અલગ છે. આ તમામ ચીલ ઝડપ તેમજ ઉઠાંતરી કરનારી ગેંગમાં મહિલા તેમજ સાતથી આઠ વર્ષના બાળકોને ખાસ સાથે રાખવામાં આવે છે. સાથોસાથ તમામ ગેંગના લોકો કોઈ ચોક્કસ એક સ્થળે કેમ્પ રાખી દસ પંદર દિવસ રોકાણ કરી ચોરી કરે છે. સાથોસાથ મેગા સીટી તેમજ ભીડભાડ વિસ્તારમાં નજર ચૂકવીને ઉઠાંતરી કરવામાં માહિર છે. જોકે મોટાભાગના આરોપીઓ મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના પીપળીયા સોડા તાલુકાના કડિયા સાચી ગામના વતની છે. આ તમામ આરોપીઓ મોટા શહેરો સહિત અલગ અલગ રાજ્યોમાં ચોરી કરી નાની મોટી ગેંગ બનાવી ગુનાને અંજામ આપે છે.

આ પણ વાંચો મોબાઈલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ, ચોરી કરવા કરતા આવા કારનામા

ચોરી કરીને વતન ફરે સાથોસાથ 10-15 દિવસ જે તે શહેરમાં રહી આસપાસના 100થી 200 કિલોમીટરના વિસ્તારમાં ચોરીને અંજામ આપે છે. આરોપીઓ ચોરાયેલા સોના ચાંદીના દાગીના રોકડ પૈસા લઈ પોતાના વતનમાં પરત ફરે છે. તેમજ ફરીથી માત્ર ચોરીના અંજામથી જ દેશના વિવિધ રાજ્યોમાં ગેંગ થકી ચોરી લૂંટફાટ ચીલ ઝડપ તેમજ છેતરપિંડી કરે છે. જેમાં શર્ટ ઉપર ગંદુ નાખવું, બેંકની ભીડભાડમાંથી બેગમાંથી પૈસા ફેરવી લેવા, જાહેર જગ્યા ઉપર ઉઠાંતરી કરી લેવી જેમાં મહિલાઓ સહિત ટાબરીયાઓને કામે લગાડી છેતરપિંડી તેમજ ચોરીના ગુનાને અંજામ આપે છે. જોકે હાલમાં માત્ર પાંચ રાજ્યોના પાંચ ગુનાઓ ઉકેલાયા છે, ત્યારે આગામી સમયમાં 11 આરોપીઓ પૈકી સમગ્ર દેશભરનું નેટવર્ક ખુલવા સહિત લાખો રૂપિયાની છેતરપિંડી તફડંચી અને ચીલ ઝડપના ગુનાઓ ઉકેલાય તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.