સાબરકાંઠાઃ જિલ્લાના વડાલી વિસ્તારના મોટાભાગના લોકો ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા છે, ત્યારે છેલ્લા 3 દિવસથી થઇ રહેલા અવિરત વરસાદને પગલે કરેલ નદીમાં પાણી આવતા પશુપાલન સાથે સંકળાયેલા લોકો માટે નદી પાર કરવી મોટી સમસ્યા સમાન બની રહેલી છે.

જો કે, આ મામલે ભૂતકાળમાં સ્થાનિય લોકોથી લઇ વહીવટી પ્રશાસન અને ધારાસભ્યથી લઇ સાંસદ સુધી રજૂઆત કરાઇ હોવા છતાં આજદિન સુધી કોઇ પગલાં ન લેવાતા સ્થાનિકોએ ભૂતકાળમાં ચૂંટણી બહિષ્કારનો મુદ્દો ઉઠાવ્યો હતો. આજદિન સુધી આ મામલે કોઇપણ પ્રકારની કાર્યવાહી હાથ ન ધરાતા હવે ફરી એક વખત સ્થાનિકોએ નદી પર પુલ બનાવવાની માગ કરી છે. તેમજ માગ ન સંતોષાય તો આગામી સમયમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
જો કે, આગામી સમયમાં નદી પર પુલ બનાવવાની માગ પ્રબળ બને છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા આ મામલે કેવા પગલાં લેવાય છે, તે પણ મહત્વનું બની રહેશે.