સાબરકાંઠાના ઇડરમાં ઠાકોર સમાજ સંચાલિત કાર્યક્રમમાં આવેલા રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર નિવેદન આપ્યું હતું. એલઆરડી મામલે વિવિધ વિરોધાભાસ વચ્ચે સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ આગળ વધવામાં આવશે. જો કે, સૌથી મોટી વાત એ છે કે, વર્ગ વિગ્રહ થકી રાજકારણ કરવું એ કોંગ્રેસની માનસિકતા રહેલી છે. ન્યાય પ્રણાલી અંતર્ગત તમામને સાથે રાખી નિર્ણય કરાશે.
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન દ્વારા અપાયેલા નિવેદન અંગે જણાવ્યું હતું કે, જરૂર પડે તેમની સાથે પણ વાતચીત કરીશું તેમજ LRD મામલે કોઇપણ વ્યક્તિને વિરોધાભાસ ન થાય તે માટે મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ગુજરાતમાં કોઈને અન્યાય ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.
જો કે, વિવિધ જગ્યાએ વિરોધાભાસી નિવેદન અને આવેદનપત્રો અપાઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં LRDનો મુદ્દો કેટલા અને કેવા પરિણામો તરફ દોરી જાય છે. એ તો સમય બતાવશે. પરંતુ હાલ પૂરતો વિવિધ વિરોધાભાસ વચ્ચે આગામી સમયમાં વધુ આંદોલનો થાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે.