ETV Bharat / state

Jethipura model Village: જેઠીપુરા ગામને બબ્બે રાષ્ટ્રીય એવોર્ડ, ગામમાં એક પણ સફાઇ કર્મચારી નથી છતાં ક્યાંય કચરો દેખાતો નથી

ગુજરાતનું અનોખું આદર્શ ગામ તરીકે ખ્યાતનામ અને તે ગામમાં શું એવા કાર્યો છે કે રાજ્યથી લઇ કેન્દ્ર સુધી નોંધ લેવાઈ અને ટેલિવિઝનની કોમેડી ધારાવાહિક પણ એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. જુઓ એવા ગામની ETV ભારતનો વિશેષ અહેવાલ...

author img

By

Published : Apr 6, 2023, 10:07 PM IST

jethipura-village-got-two-national-award-there-is-not-a-single-sanitation-worker-in-the-village-but-there-is-no-waste

ગુજરાતનું અનોખું આદર્શ ગામ

સાબરકાંઠા: સંઘે શક્તિ કલૌ યુગેની યુક્તિ અનુસાર ગામની યુક્તિ સાચી અને શ્રેષ્ઠ કામગીરીના આદર્શ ગામ તરીકે રાજ્ય સરકારથી લઇ કેન્દ્ર સરકાર સુધીના દસ કરતા વધારે એવોર્ડ મળ્યા હોય તે જાણીને વિચાર આવે કે ગામ માં એવા શું કામગીરી હશે કે આટલા બધા એવોર્ડ અને નામના પ્રાપ્ત થયા હોય. તમને માન્યામાં ન આવે તેવી ગામની વાત કરીએ તો વાત છે. ગુજરાત રાજ્યના સાબરકાંઠાના ઇડર તાલુકાથી માત્ર 17 કિલોમીટર અને હિમતનગરથી માત્ર 28 કિલોમીટર દૂર જેઠીપુરા ગામ. આ ગામમાં માત્ર 1300 ની વસ્તી ધરાવતું અતિ સુંદર આ ગામ ગામ લોકોની ભાગીદારી અને સમરસ ગામ તરીકે ખ્યાતનામ તેવી ગ્રામ પંચાયત આ ગામના સરપંચ 15 વર્ષથી લોકો ચૂંટાઈને નહિ પણ સિલેક્ટ કર્યા બાદ તેમને સરપંચ તરીકે જવાબદારી આપી છે.

જેઠીપુરા ગામને બબ્બે રાષ્ટ્રીય એવોર્ડ
જેઠીપુરા ગામને બબ્બે રાષ્ટ્રીય એવોર્ડ

ગામની ખાસિયત: આ ગામની અનોખી વ્યવસ્થાઓ છે. જેમાં ગામને એવોર્ડ સાથે નામના મળી હોય તો તે છે. સમરસ ગામ, તીર્થ ગામ, આદર્શ વીજળીકરણ, વાસ્મો પુરસ્કાર, પાવન ગામ, નિર્મળ ગામ, જ્યોતિ ગામ, ગોકુળિયું ગામ, નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર, દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સશકિતકરણ પુરસ્કાર, જાણીતી પ્રખ્યાત ટેલિવિઝન પર આવતી કોમેડી ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તરફથી આપવામાં આવેલ સ્વચ્છતા અભિયાન પુસ્કાર મેળવ્યો હતો.

ગામમાં એક પણ સફાઇ કર્મચારી નથી છતાં ક્યાંય કચરો દેખાતો નથી

'મારા ગામમાં ક્યારેય ચુનાવ નથી રહ્યો સિલેકશન થયું છે. સ્માર્ટ ગામની વાત કરીએ તેવી વ્યવસ્થાઓ મારી ગામમાં છે. જેવી કે સીસીટીવી, પાણીની વ્યવસ્થા, ગટરલાઇન, આધુનિક લાઇબ્રેરી, હોસ્પિટલ, સ્ટ્રીટ લાઈટ, 100% ઘર સુધીના નળ કનેકશન તે પણ વોટર મીટર દ્વારા પાણી આપવામાં આવે છે. ગામના લોકો સ્વચ્છતા બાબતે જાગૃત છે. ગામમાં કોઈ પણ જગ્યાએ ગંદકી નહિ જોવા મળે. અમારી ગામની સ્કૂલને એ ગ્રેડ પ્રાપ્ત થયેલો છે. ગામને મોટા ત્રણ નેશનલ એવોર્ડ મળેલા છે. જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશકિતકરણ ના બે એવોર્ડ અને ત્રીજો નાનાજી દેશમુખ રાષ્ટ્રિય ગૌરવ ગ્રામસભા પુરસ્કાર એવોર્ડ તેમજ સ્વચ્છતા અંતર્ગત લોકપ્રિય ધારાવાહિક તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા માં જવાનું નસીબ પ્રાપ્ત થયું અને તે થકી એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. અમારું ગામ સ્વચ્છતા બાબતમાં જાગૃત છે.' -ભટ્ટ અહેસાનઅલી, જેઠીપુરા ગામના સરપંચ

100% શૌચાલય ઉપયોગ કરતું ગામ: જેઠીપૂરા ગામ ઘરે ઘરે 100% શૌચાલય ઉપયોગ કરતું ગામ, ગામમાં સ્વચ્છ સાફ સફાઈ સાથેની ગટર લાઇન વ્યવસ્થા, ગમના દરેક લોકોનું બેંક ખાતું, ગામની દરેક ગલી અને મહોલ્લાઓમાં સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા સાથો સાથ 100% ઈએલસીબી. ગામમાં આરોગ્ય લગતી સેવાઓમાં ગામની જ લોકભાગીદારીથી ચાલતી હોસ્પિટલ જે માત્ર 50 રૂપિયામાં નિષ્ણાત તબીબની સારવાર દ્વારા કોઈપણ વ્યક્તિ લઈ શકે તેવી સુંદર અને સ્વચ્છ હોસ્પિટલ આવેલી છે.

આદર્શ ગામ તરીકે ખ્યાતનામ
આદર્શ ગામ તરીકે ખ્યાતનામ

કુપોષિત આંક ઝીરો: આ ગામમાં બાળક 100% કુપોષિત આંક ઝીરો છે. ગામમાં કોઈપણ જગ્યાએ દબાણ જોવા મળી શકશે નહિ. આ ગામ સીક્ષિત અને વ્યસનમુક્ત ગામ છે, ગામની દરેક રોડ રસ્તા સ્વચ્છ અને આરસીસી સાથે સાઈડ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. ગામને સીસીટીવીના દેખરેખ સાથે ગામના દરેક ઘર આગળ ઝાડ અને રસ્તાઓની બાજુમાં ઝાડ વાવેલા છે. 3200 કરતા વધારે ઝાડનું જતન પણ ગામની કમિટી દ્વારા કરવામાં આવ્યું છે તેથી આ ગામ ગ્રીનરી ગામ પણ કહી શકાય.

ટેલિવિઝનની કોમેડી ધારાવાહિક પણ એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યો

RO પ્લાન્ટ પણ કાર્યરત: ગામમાં પ્રવેશતા જ અનોખું સવચ્છ સુંદર ગામ દેખાય છે. ગામમાં દરેક સસ્તાઓ પર ટરનીગ રોડ મીરર લગાવવામાં આવ્યા છે જેથી ગામના કોઈ પણ માણસ કે સવારી જાય તો તેને અકસ્માત ન થાય તે રીતે દરેક ફાળિયાઓમાં રોડ મીરર મૂકવામાં આવ્યા છે. ગામમાં શુદ્ધ પીવા માટે પાણીની વ્યવસ્થા માટે આરો પ્લાન્ટ પણ કાર્યરત છે જે ટોકન દવારા પાણી મેળવે છે.

100% શૌચાલય ઉપયોગ કરતું ગામ
100% શૌચાલય ઉપયોગ કરતું ગામ

આધુનિક લાઇબ્રેરી ઉપલબ્ધ: આ માત્ર 1300ની વસ્તી ધરાવતું નાનું સુંદર ગામમાં આધુનિક કમ્પ્યુટર, પ્રોજેક્ટ સાથે તેમજ જરૂરિયાત મુજબના જુદા જુદા વિષયો પર પુસ્તકો, ગ્રંથો, સામાઈકોની આધુનિક લાઇબ્રેરી ઉપલબ્ધ છે જેનો ઉપયોગ દરેક લોકો કરે છે. ગામની સ્વચ્છ અને વ્યવસ્થા સાથે આંગણવાડી જ્યા પોસ્ટિક મેનુ પ્રમાણે જ્ઞાન, ગમ્મત, શિક્ષણ સાથે નાસ્તો અપાય છે. તેથી આ આંગણવાડીને માતા યશોદા એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેથી બાળકોની સારી કાળજી રાખવાથી એક પણ બાળક કુપોષિત નથી.

આ પણ વાંચો Rangilu gujarat program: હવે લંડનમાં રંગીલું ગુજરાત, સંસ્કૃતિ અને પોતાની ભાષા જાળવવા અનેરો પ્રયાસ

આદર્શ ગામ તરીકે ખ્યાતનામ: એવી જ સુદ્દર ગામની પ્રાથમિક શાળાના બાળકોને ભણતર સાથે ગણતર તેમજ અન્ય ઈતર પ્રવૃત્તિઓ સાથો સાથ ખોયાપાયા કે જે સ્કુલ કમ્પાઉન્ડમાં ખોવાયેલી વસ્તુઓ બોક્સમાં નાખવી અને જેની ખોવાઈ હોય ત્યાંથી મેળવી શકે, તેમજ સુંદર ગાર્ડન, કમ્પાઉન્ડ, બાળકોને ભણતરમાં ઉપયોગી તેવા ભિતચિત્રો, રમતગમત માટેની વ્યવસ્થાઓ, આધુનિક પ્રોજેક્ટર દ્વારા ભણતર આ ગામની પ્રાથમિક શાળા સ્કુલ ઓફ એકલેન્સમાં પણ નામના મેળવી ચૂક્યું છે. છેલ્લા પાંચ વર્ષથી સ્કૂલને એ ગ્રેડ મેળવેલ છે. તેથી જેઠીપુર ગામની 100% કામગીરી ગામના સરપંચ ભટ્ટ અહેસાનઅલીની ગામ પ્રત્યે અને ગામલોકોની ભાગીદારીથી આ ગામ એક સ્વચ્છ અને શ્રેષ્ઠ કેટેગરીના આદર્શ ગામ તરીકે ખ્યાતનામ બન્યું છે.

આ પણ વાંચો Role Model Village: સૌનો સાથ અને સૌનો વિકાસની પરિભાષાને રજૂ કરતું પુંસરી ગામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.