ETV Bharat / state

સાબરકાંઠામાં કોરોના વેક્સિની કામગીરી શરૂ, પ્રથમ ડોઝ આરોગ્ય કર્મીઓને અપાશે - Corona vaccine launched in Sabarkantha

કોરોનાને પગલે સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાઈ છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં એક સાથે 5 તાલુકા મથકથી 500થી વધુ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે મેડિકલ સ્ટાફ તરીકે વેક્સિન લેનારા આરોગ્ય કર્મીઓની જણાવ્યું હતું કે, ડાયાબિટીસ, હાઈપરટેન્શન તેમજ થાઇરોઇડ જેવી બીમારી હોવા છતાં વ્યક્તિઓ પણ આ વેક્સિન લઇ શકે છે. તે દર્દીઓને પણ કોઇ સમસ્યા સર્જાતી નથી.

સાબરકાંઠામાં કોરોના વેક્સિનની શરૂઆત, પ્રથમ ડોઝ આરોગ્ય કર્મીઓને અપાશે

author img

By

Published : Jan 16, 2021, 4:00 PM IST

  • સાબરકાંઠામાં કોરોના વેક્સિનની શરૂઆત
  • સાબરકાંઠા જિલ્લામાં આજે 500 વ્યક્તિઓને અપાશે વેક્સિન
  • ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી બીમારીમાં પણ વેક્સિન અસરકારક

સાબરકાંઠાઃ કોરોનાને પગલે સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાઈ છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં એક સાથે 5 તાલુકા મથકથી 500થી વધુ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. મેડિકલ સ્ટાફ તરીકે વેક્સિન લેનારાઆરોગ્ય કર્મીઓની જણાવ્યું હતું કે, ડાયાબિટીસ, હાઈપરટેન્શન તેમજ થાઇરોઇડ જેવી બીમારી હોવા છતાં વ્યક્તિ લીધા બાદ કોઇ સમસ્યા સર્જાઈ નથી.

સાબરકાંઠામાં કોરોના વેક્સિનની શરૂઆત, પ્રથમ ડોઝ આરોગ્ય કર્મીઓને અપાશે
સાબરકાંઠામાં કોરોના વેક્સિનની શરૂઆત, પ્રથમ ડોઝ આરોગ્ય કર્મીઓને અપાશે

વેક્સિનનો પ્રથમ ડોઝ આરોગ્ય કર્મીઓને આપવામમાં આવશે

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કરોડો લોકો સંક્રમિત બન્યાં છે, ત્યારે એકમાત્ર આશા સમાન ગણાતા કોરોના વેક્સિનનો આજથી સમગ્ર દેશમાં પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ 5 જગ્યાએથી 500 જેટલા વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આજથી શરૂ થયેલી વેક્સિનનો પ્રથમ ડોઝ આરોગ્ય કર્મીઓની અપાઇ રહ્યો છે, ત્યારે આગામી સમયમાં કોરોનાને હરાવવા માટે દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જરૂરી છે. સાથો સાથએ હાલના તબક્કે વિવિધ વિરોધાભાસ વચ્ચે કોરોના વેક્સિન કોઈપણ પ્રકારે જોખમી નથી તેઓ આજે ડાયાબિટીસ, હાયપરટેન્શન તેમજ થાઇરોઇડ જેવી બીમારીઓથી પીડિત મેડિકલ ઓફિસરોએ કોરોના વેક્સિન લીધા બાદ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ વેક્સિનથી કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાતી નથી તેમજ આગામી સમયમાં દરેક વ્યક્તિએ કોરોના વેક્સિન લેવી જરૂરી છે.

આરોગ્ય કર્મીઓને પ્રથમ વેક્સિન અપાઇ

કોરોનાની રસી આપવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કામાં 500 જેટલા આરોગ્ય કર્મીઓની આજના દિવસમાં જ કોરોના વેક્સિન અપાશે. જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલ સહિત ઇડર ખેડબ્રહ્મા વિજયનગર અને તલોદ સામૂહિક હોસ્પિટલમાં પણ વિવિધ મહાનુભાવોના અધ્યક્ષ સ્થાને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે. સાથો સાથ કોરોના વેક્સિનથી કોઈ તકલીફ ઊભી ન થાય તેનું પણ ધ્યાન રખાય રહ્યું છે.

વહીવટી તંત્ર બન્યુ એલર્ટ

કોરોના મામલે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. જે વ્યક્તિ સુધી પહોંચે તે માટે ગોઠવાયેલા વહીવટી માળખામાં સૌપ્રથમ આરોગ્ય કર્મી અને વ્યક્તિના પાસે ત્યારબાદ શાળાના અન્ય નક્કી કરાયેલા લોકોને પણ વ્યક્તિને આપવાની શરૂઆત થશે. પ્રથમ તબક્કામાં આજથી વિવિધ 5 જગ્યાએથી કોરોના રસી અપાઇ રહી છે. તેમજ કોરોના પછી કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે પણ વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી સમયમાં કોરોના વાઇરસને હરાવવા માટે બનાવેલી આ વેક્સિન કેટલી સફળ બને છે તે પણ મહત્વની બાબત બની રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.