સાબરકાંઠા: કોરોના મહામારી વચ્ચે બેરોજગારી વધી રહી છે, ત્યારે સાબરકાંઠાના વિજયનગરમાં ઇન્ડિયન નેવીમાં નોકરી આપવાના મામલે 4 લાખથી વધારેની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા સમગ્ર વિજયનગરમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં ઇન્ડિયન નેવીમાં નોકરી આપવાની લાલચ આપી 4 લાખથી વધારેની રકમની છેતરપિંડી કરાયાની પોલીસ ફરિયાદ નોંધાવાય છે.
આ મામલે વિજયનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સમગ્ર વિજયનગર શહેરમાં ખળભળાટ સર્જાયો છે. એક તરફ કોરોના મહામારી તો બીજી તરફ દિનપ્રતિદિન વધતી જતી બેરોજગારી સામે રોજગારી મેળવવા માટે કેટલાક લોકો નિત નવા તુક્કા અજમાવતા હોય છે.
જે અંતર્ગત વિજયનગરમાં ઇન્ડિયન નેવીના કપડાં પહેરીને સ્થાનિક યુવક પાસેથી 4 લાખથી વધારેની છેતરપિંડી આચરવામાં આવી છે.
જેમા નોકરી આપવાના બહાને પૈસા આપ્યા બાદ નોકરી ની વાત ન કરતા આખરે સ્થાનિક યુવકે પોતાની સાથે છેતરપિંડી આચરી હોવાની પોલીસ મથકે જાણ કરાઇ છે.
જોકે દિન પ્રતિદિન નવા નવા કિમિયા અજમાવનારા આ આવા તત્વો સામે પોલીસ પગલાં ભરે તે જરૂરી છે.