સાબરકાંઠાઃ વૈશ્વિક મહામારી ઘોષિત થઈ ચૂકેલા કોરોના વાઈરસને રોકવા માટે શારીરિક દુરિતાની સાથો-સાથ માસ્ક તેમજ હાથ વારંવાર ધોવા અનિવાર્ય છે. જેથી સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જોટાસણ ગામના મહિલા સરપંચ દ્વારા ગામના તમામ નાગરિકોને વિનામૂલ્યે માસ્ક આપી વારંવાર સાબુથી હાથ ધોવાનું સમજાવવામાં આવી રહ્યું છે.
એક તરફ દુનિયામાં કોરોના વાઇરસના કારણે બિન પ્રતિદિન લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે અન્ય લોકો પણ આ વાઈરસની ઝપેટ ન તે માટે ગામડાઓમાં માસ્ક તેમજ સાબુથી વારંવાર હાથ ધોવાની વાત ને ઘરે-ઘરે પહોંચાડવા માટે મહિલા સરપંચ એક પહેલ હાથ ધરી છે.
આમ, ગ્રામીણ વિસ્તારમાં એક જાગ્રત વ્યકિત અને એક સરંપચ તરીકે આવી ઝૂંબેશ હાથ ધરીને પોતાની ફરજની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ આ મહિલા સંરપંચે પૂરું પાડ્યું છે.