ETV Bharat / state

સાબરકાંઠામાં મુખ્યપ્રધાન-પ્રદેશ પ્રમુખે દલિત મહિલાઓની પ્રક્ષાલન વિધિ કરી

સાબરકાંઠાના હિમતનગર ખાતે આજે ગુજરાતના નવા વરાયેલા મુખ્યપ્રધાન (Gujarat CM in Sabarkatha )તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના અધ્યક્ષ સ્થાને પૂર્વપ્રધાન રાજેન્દ્રસિંહ ચાવડાના સ્મરણાર્થે દલિત મહિલાઓની પ્રક્ષાલન વિધિ (Washing ceremony for dalit women) સહિત 7000થી વધારે ગંગાસ્વરૂપ બહેનોનુ વિશેષ સન્માન કરાયું હતું.

સાબરકાંઠામાં મુખ્યપ્રધાન-પ્રદેશ પ્રમુખે દલિત મહિલાઓની પ્રક્ષાલન વિધિ કરાય

author img

By

Published : Dec 10, 2021, 4:29 PM IST

Updated : Dec 10, 2021, 10:58 PM IST

હિંમતનગરમાં પૂર્વપ્રધાન રણજીતસિંહ ચાવડાના સ્મરણાર્થે

7000થી વધારે ગંગાસ્વરૂપ બહેનોનુ વિશેષ સન્માન

દલિત મહિલાઓની પ્રક્ષાલન વિધિ કરાય

સાબરકાંઠા: હિંમતનગરમાં પૂર્વપ્રધાન રણજીતસિંહ ચાવડાના સ્મરણાર્થે તેમના પુત્ર તેમજ સ્થાનિક ધારાસભ્ય રાજુ ચાવડા દ્વારા સ્વામી નારાયણ મંદિર ખાતે 7000થી વધારે ગંગાસ્વરૂપ બહેનોને ખાસ યાદ કરાયા હતા, આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Gujarat CM in Sabarkatha) તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સન્માનિત કરી કૃતજ્ઞતાનો ભાવ રજૂ કર્યો હતો. સાથોસાથ હિંમતનગર ટાઉનહોલ ખાતે દલિત મહિલાઓના ચરણ સ્પર્શ કરી પ્રક્ષાલન વિધિ (Washing ceremony for dalit women) કરી હતી.

સાબરકાંઠામાં મુખ્યપ્રધાન-પ્રદેશ પ્રમુખે દલિત મહિલાઓની પ્રક્ષાલન વિધિ કરાય

સરકારના પ્રયત્નોનો છૂટના ભેદભાવમાં ખૂબ મોટો બદલાવ

સામાન્ય રીતે ગુજરાતમાં સૌપ્રથમ વખત કોઈ મુખ્યપ્રધાન (First time in Gujarat by CM) દ્વારા આવો પ્રયાસ કરાયો હોય, જો કે પ્રક્ષાલન વિધિ સહિત ચરણ સ્પર્શ કર્યા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી સરકારના પ્રયત્નોનો છૂટના ભેદભાવમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. જો કે, ગુજરાતના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આ છોડમાં રણછોડની વાતો કરનારા આપણે સૌ એકબીજામાં રણછોડ જોવાનો પ્રયત્ન કરીએ તો જ્ઞાતિ આધારિત ઊભો થનાર ભેદભાવ (Cast system in Gujarat) દૂર થઈ શકે તેમ છે.

આવા પ્રયત્ન ખૂબ મોટો બદલાવ લાવી શકે

સાથોસાથ ભારતીય મહિલા આયોગના સભ્ય રાજુલ બેન દેસાઇએ જણાવ્યું હતું કે, દિન પ્રતિદિન વધતી જતી સામાજિક ભેદભાવની વિચારણા દૂર કરવા માટે આવા પ્રયત્ન ખૂબ મોટો બદલાવ લાવી શકે તેમ છે. જો કે, એક તરફ વધતી જતી સામાજિક અસ્પૃશ્યતા સામે આજે થયેલો પ્રોગ્રામ આગામી સમયમાં ઘણા મોટા બદલાવ લાવી શકે તેમ છે, ત્યારે જોવું એ રહે છે કે, આગામી સમયમાં સામાજિક સ્તરે ઊભા થયેલા જ્ઞાતિ વચ્ચેના અંતરમાં કેટલું સાયુજ્ય સંભવ બની રહે છે.

આ પણ વાંચો: Sardhar Swaminarayan Mahotsav: મુખ્યપ્રધાન સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા

આ પણ વાંચો: Sardhar Swaminarayan Mahotsav: રાજકોટના સરધાર ખાતે 200 વર્ષમાં ન ઉજવાયો હોય તેવો સ્વામિનારાયણ મહોત્સવ ઉજવાશે

Last Updated : Dec 10, 2021, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.