ETV Bharat / state

સાબરકાંઠામાં બે માસની બાળકીએ કોરોનાને હરાવ્યો, પરિવારમાં ખુશી

સાબરકાંઠાના તલોદમાં શુક્રવારે એક બે માસની બાળકીએ કોરોનાને માત આપી હતી. જેથી જિલ્લા વહીવટીતંત્ર માટે એક આનંદદાયક અનુભૂતિ કરાવી છે, તેમજ પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

two-month-old girl defeated Corona
સાબરકાંઠામાં બે માસની બાળકીએ કોરોનાને હરાવ્યો, પરિવારમાં ખુશીનો માહોલ
author img

By

Published : May 29, 2020, 9:27 PM IST

સાબરકાંઠાઃ જિલ્લાના તલોદમાં શુક્રવારે એક બે માસની બાળકીએ કોરોનાને માત આપી હતી. જેથી જિલ્લા વહીવટીતંત્ર માટે એક આનંદદાયક અનુભૂતિ કરાવી છે, તેમજ પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

તલોદ તાલુકાના ભુમિકાબેન ગોસ્વામી અને તેમનો પરિવાર કોરોના મુક્ત થયો છે. ભુમિકાબેન, તેમની માતા, પતિ અને તેમની માત્ર બે માસની દિકરી કોરોનામુક્ત થતા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ હિંમતનગર ખાતેથી ઘરે જવા રજા અપાઇ છે. કોરોનાને માત આપનાર બાળકીની માતાએ જણાવ્યું હતું કે, મારો અને મારી બે માસની દિકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હું ખુબ જ ગભરાઇ ગઈ હતી. કોરોના વિશેની વાતોથી કોરોના ખુબ મોટી બિમારી હશે એવુ લાગતુ હતું, પરંતુ મારી બે માસની દિકરીએ શુક્રવારે કોરોનાને હાર આપી છે, મને મારી ચિંતા ન હતી પરંતુ મારી દિકરી તો હજુ માંડ બે માસની હતી જેની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય તે સામાન્ય બાબત છે, પરંતુ તેણે કોરોના સામેનો જંગ જીતી મને એક નવી શીખ આપી છે કે, કોરોના સામે જીતવા માટે ઉંમર નહી, પરંતુ મજબૂત મનની જરૂર છે.

તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ એક બિમારી છે, જે સારવારથી મટી જાય છે. કોરોનાનો ડર માણસને મારે છે કોરોના નહીં, એટલે કોરોનાથી ડરો નહી, પરંતુ માત્ર સાવધાની રાખો. શુક્રવારે હોસ્પિટલથી પરિવાર સાથે ઘરે જતાં હું ખુબ ખુશ છું અને મને વિશ્વાસ છે કે, આપણી સરકાર દ્વારા કોરોના સામેની જે જંગ છે, તે જંગના સિપાઇ એવા આપણા ડોકટરો અને નર્સો દ્વારા કોરોનાને જરૂરથી આપણે દેશમાંથી અને દુનિયામાંથી હરાવીશું.

જોકે દિનપ્રતિદિન જિલ્લામાંથી કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે, પરંતુ સારવાર લઈ રહેલા દર્દીઓ કોરોનાને માત આપી રહ્યાં છે. જેથી આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લો કોરોના મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.