ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં શિક્ષક દિન ઉજવવામાં આવે છે. તેમના ઉચ્ચ શૈક્ષણિક જીવન-કવનમાંથી તમામ શિક્ષકોને શ્રેષ્ઠ પ્રેરણા મળી રહે તે હેતુથી સમગ્ર ભારતમાં આયોજન થાય છે.
રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ બહાર આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ વિધાર્થી ઘડતરનાં કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. જેમાં શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, જ્ઞાનકુંજ, સર્વ શિક્ષા અભિયાન સહિત વિવિધ અભિયાનો થકી શાળાઓમાં વિદ્યાર્થીઓનાં અભ્યાસનું સ્તર ઊંચું આવે તે દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે. જે શિક્ષકોનું સન્માન થઇ રહ્યુ છે. તે શ્રેષ્ઠતાનું સન્માન છે. શિક્ષણનો વ્યાપ વધારવા શિક્ષકનું જ્ઞાન વધે તે જરૂરી છે. એ મુદ્દે પણ ગહન ચર્ચા થઇ હતી. શિક્ષકોને આગામી સમયમાં જ્ઞાન ઉપર વધુ ભાર મુકવા જણાવ્યું હતું.