ETV Bharat / state

આ જિલ્લામાં ભારે વરસાદે લોકોને મૂક્યા મુશ્કેલીમાં જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી - જળાશયોમાં નવા પાણીની આવક

સાબરકાંઠામાં ફરી ભારે વરસાદ જોવા મળ્યો (Heavy Rain in Sabarkantha) હતો. અહીં ક્યાંક ભારે પવન અને વીજળીના કડાકા સાથે તો ક્યાંક ધીમી ધારે અવિરત્ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તેના કારણે ગ્રામ્ય પંથકમાં નીચાણવાળા માર્ગો, ખેતરો અને અવરજવર કરવાના નાના રસ્તાઓ પાણીથી છલગાઈ ગયા હતા.

આ જિલ્લામાં ભારે વરસાદે લોકોને મૂક્યા મુશ્કેલીમાં જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી

author img

By

Published : Aug 13, 2022, 10:50 AM IST

Updated : Aug 13, 2022, 11:06 AM IST

સાબરકાંઠા જિલ્લામાં ફરી એક વાર મેઘ મહેર જોવા (Heavy Rain in Sabarkantha) મળી હતી. જિલ્લાના સમગ્ર તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા (Rainy weather in Sabarkantha) મળ્યો હતો. ક્યાંક ભારે પવન અને વીજળીના કડાકા સાથે તો ક્યાંક ધીમી ધારે મધ્યમ ગતિએ અવિરત્ સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો.

નદીનાળા છલકાયા તો છેલ્લા 24 કલાકમાં વિજયનગરમાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વિજયનગરના તમામ નદીનાળા છલકાઈ ઊઠ્યા હતા. તો ઈડર, હિંમતનગર, તલોદમાં 4 ઈંચ, પ્રાંતિજ અને પોશીનામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. તો ભારે વરસાદના કારણે તમામ નદીનાળા છલકાઈ ગયા હતા. સાથે જ જિલ્લાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક (Inflow of new water into reservoirs) નોંધાઈ હતી.

નદીનાળા છલકાયા

લોકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો જિલ્લામાં અનારાધાર વરસાદના કારણે શહેર તેમ જ ગ્રામ્ય પંથકમાં નીચાણ વાળા માર્ગો, ખેતરો અને અવરજવર કરવાના નાના રસ્તાઓ પાણીથી છલકાયા હતા. અમુક જગ્યાએ ભારે વરસાદની વાતાવરણને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં તળાવો, નદીઓ નવા નીરથી છલકાવવા લાગી હતી. તો જિલ્લાના મુખ્ય જળાશયોમાં (Inflow of new water into reservoirs) નવા નીરની આવક થકી નોંધપાત્ર આવક નોંધાયો હતો. સાર્વત્રિક વરસાદના કારણે લોકોમાં ખુશી તો ક્યાંક રસ્તાઓ ધોવાતા સંપર્કવિહોણા બન્યા હતા.

આ પણ વાંચો સુરતના ઉકાઇ ડેમ પર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા લાઇટિંગ કરવામાં આવ્યું

રસ્તાનો સંપર્ક તૂટ્યો સૌથી વધારે વરસાદી માહોલ (Rainy weather in Sabarkantha) વિજયનગરમાં જામ્યો હતો, જે 18 કલાકમાં 6 ઈંચ કરતા વધારે વરસાદ ખાબકતા રોડરસ્તા તૂટ્યા હતા અને તાલુકાના જોડતા મસોતા ગામ તેમ જ મોવતપુરાનો રોડ સંપૂર્ણ તૂટ્યો હતો. હજી જો વરસાદ યથાવત્ રહે તો વિજયનગરના અમુક વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની શકે તેમ છે.

આ પણ વાંચો 24 લાખની કેશથી ભરેલું ATM તણાયું પત્તાના મહેલની જેમ પડ્યું

જિલ્લાની સ્થિતિ 24 કલાકમાં જિલ્લાની વરસાદી (Rainy weather in Sabarkantha) આંકડાકીય માહિતી જોઈએ તો, વિજયનગરમાં 6 ઈંચ કરતાં વધુ, હિમતનગર, ઈડર અને તલોદમાં 4 ઈંચ કરતા વધુ, પ્રાંતિજ અને પોશિના તાલુકામાં 2 ઈંચ કરતાં વધુ, વડાલીમાં 1 ઈંચ અને સૌથી ઓછો વરસાદ ખેડબ્રહ્મામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

જિલ્લામાં કુલ 27 ઈંચ વરસાદ પડ્યો જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3 ઈંચ વરસાદ (Heavy Rain in Sabarkantha) પડ્યો છે. જ્યારે અત્યાર સુધી જિલ્લામાં કુલ 27 ઈંચ એટલે કે 81 ટકા વરસાદ ખાબક્યો છે. તાલુકાની વાત કરીએ તો, હિંમતનગરમાં 100 ટકા, વિજયનગર અને વડાલીમાં 90 ટકા કરતા વધુ, ઈડર, ખેડબ્રહ્મા અને પોશિનામાં 80 ટકા, તલોદમાં 65 ટકા, જ્યારે સૌથી ઓછો 56 ટકા પ્રાંતિજ તાલુકામાં નોંધાયો છે.

Last Updated : Aug 13, 2022, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.