સાબરકાંઠા: ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ટ્રેન દ્વારા ખાતર પહોંચાડવાની મંજૂરી મેળવી હતી. જેના પગલે આજે 67,000 યુરિયા ખાતરની બોરી હિંમતનગર રેલવે સ્ટેશન પર જિલ્લા કલેક્ટર સહિત કૃભકોના ડાયરેક્ટર પરેશભાઈ પટેલ તેમજ સાબરકાંઠા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન દ્વારા ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને મોટાભાગે ખાતર મેળવવા માટે લાંબી લાઈનો લગાવી પડતી હોય છે. તેમજ ક્યારેક ક્યારેક ખાતર બનાવવા માટે વ્યાપક ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવતો હોય છે. જો કે, સરકાર જિલ્લાના ખેડૂતોને હવેથી તમામ બાબતોમાંથી છૂટકારો મળશે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશન પર ખાતર મેળવવા માટે હવે લાંબી લાઈનો લગાવી નહીં પડે. જિલ્લાના તમામ ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે એટલા જથ્થામાં ખાતર રેલવે મારફતે તમામ પ્રધાનો સુધી પહોંચાડવામાં આવશે. આ તબક્કે સાબરકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો તેમજ સમગ્ર જિલ્લા કલેક્ટર ખાસ હાજર રહ્યાં હતાં. તેમજ સાબરકાંઠા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાના મુદ્દે લેવાયેલા નિર્ણય એ જિલ્લાના ખેડૂતો અને ખેતી માટે નવો આયામ ઉભો કરનારો બની શકશે.
હાલમાં ખેડૂતોની સૌથી મોટી જરૂરિયાત ખાતરની હોય છે. તેમજ આજે વર્ષો જૂની માગણી પૂરી થવાના પગલે આગામી સમયમાં જિલ્લાના ખેડૂતો માટે આજનો દિવસ એક નવી શરૂઆત સમાન બની રહેશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020 સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના મુદ્દે લેવાયેલ નિર્ણય ખેડૂતો માટે સહાયક બની રહેશે તેમ જણાવ્યું હતું. જો કે, જિલ્લા કક્ષાએ આવેલું ખાતર છેવાડાનો ખેડૂત સુધી પહોંચે તે જરૂરી છે. તેમજ ખેડૂત સુધી ભ્રષ્ટાચાર વિના ખાતર પહોંચે તે સમયની માંગ છે.