ETV Bharat / state

GSSSB Head Clerk Paper Leak 2021: પોલીસને મળી વધુ એક સફળતા, મુખ્ય આરોપીના ભત્રીજા સહિત 2ને કોર્ટમાં રજૂ કરાયા - પેપર લીક કેસમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ

GSSSB હેડ ક્લાર્ક પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે સાબરકાંઠા પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી (Accused of head clerk paper leak)ના ભત્રીજાની પણ આ મામલે ધરપકડ કરી છે. આ ઉપરાંત અમરેલીના બાબરાના એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

GSSSB Head Clerk Paper Leak 2021: પોલીસને મળી વધુ એક સફળતા, મુખ્ય આરોપીના ભત્રીજા સહિત 2ને કોર્ટમાં રજૂ કરાયા

author img

By

Published : Dec 24, 2021, 3:37 PM IST

પ્રાંતિજ: સમગ્ર ગુજરાતમાં બહુચર્ચિત બની ચૂકેલા પેપર લીક કૌભાંડ (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે સાબરકાંઠા પોલીસ દિન-પ્રતિદિન નવા-નવા ખુલાસાઓ કરી રહી છે. તેમજ આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી રહી છે, ત્યારે આજે પેપર લીક કૌભાંડના મુખ્ય આરોપી જયેશ પટેલના ભત્રીજા (Accused of head clerk paper leak)ની અટકાયત કરવામાં આવી છે. સાથે સાથે અમરેલી સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા આરોપીને પણ પ્રાંતિજ કોર્ટ (prantij court sabarkantha)માં રજૂ કરાયો છે. તેમજ 14 દિવસના રિમાન્ડ માંગી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપીના ભત્રીજાને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો

સાબરકાંઠાના પ્રાંતિજના ઊછા ગામેથી શરૂ થયેલો પેપર લીક કૌભાંડ (gsssb paper leak scandal 2021) મામલો દિન-પ્રતિદિન સમગ્ર ગુજરાતના અન્ય જિલ્લાઓ સુધી પણ પહોંચી રહ્યો છે. આજે સાબરકાંઠા જિલ્લા પોલીસે મુખ્ય આરોપીના ભત્રીજાને ઝડપી પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યું છે. તો પેપર લીક કૌભાંડ અને અમરેલી સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા આરોપીને પણ ઝડપી લઇ પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયો છે. જો કે અગાઉના 3 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં હોવાના પગલે આજે એક સાથે 5 આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

રિમાન્ડ મળતાં વધુ રાજ ખુલશે

સાબરકાંઠા જિલ્લા પોલીસે (sabarkantha district police in Paper leak case) અત્યાર સુધીમાં 21 જેટલા આરોપીઓને ઝડપી ઊંડાણપૂર્વકની તજવીજ હાથ ધરે છે. એક કરોડથી વધારેના મુદ્દામાલ સાથે આ સમગ્ર કૌભાંડ અમદાવાદના સાણંદ અને સુરતથી અમરેલી સુધી પહોંચવાના તાર ખુલી રહ્યા છે. એકબીજી કડીઓ કઈ રીતે જોડાયેલી છે તે ઉકેલવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આજે મુખ્ય આરોપીના ભત્રીજા દેવલ પટેલને સાબરકાંઠા જિલ્લા પોલીસે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આગામી સમયમાં વધુ ખુલાસાઓ થશે તેવી સંભાવના

બીજી તરફ સમગ્ર કૌભાંડ મામલે વધુ એક સનસનીખેજ ખુલાસા સાથે પ્રાંતિજ કોર્ટમાં અમરેલીના બાબરાના આરોપીને રજૂ કરવામાં આવ્યો છે. જો કે આગામી સમયમાં અમરેલી જિલ્લા સહિત અન્ય સનસનીખેજ ખુલાસા થવાની સંપૂર્ણ સંભાવનાઓ રહે છે. જો કે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષા રદ કરાઇ હોવા છતાં આ મામલે પેપર લીક (gsssb head clerk exam paper leak) કરનારા તત્વો સામે આગામી સમયમાં વધુ સનસનીખેજ ખુલાસો થાય તો નવાઇ નહીં.

આ પણ વાંચો: Paper Exploded at Saurashtra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Com સેમેસ્ટર 3નું પેપર ફૂટ્યું હોવાનો 'આપ'નો દાવો, પોલીસ ફરિયાદ નોંધાઇ

આ પણ વાંચો: Aam Aadmi Party Protest at surat: સુરતમાં AAPના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.