ETV Bharat / state

GSSSB Head Clerk Paper Leak 2021 : આરોપી દેવલ પટેલના 4 દિવસ રિમાન્ડ લેશે પોલીસ, અન્ય 4ના રિમાન્ડ નામંજૂર - જીએસએસએસબી હેડ ક્લાર્ક પેપર લીક 2021

બહુચર્ચિત પેપર લીક કૌભાંડ (GSSSB Head Clerk Paper Leak 2021 ) મામલે આજે સાબરકાંઠા જિલ્લા પોલીસે રજૂ કરેલા 5 આરોપીઓ પૈકી 4ના રિમાન્ડ નામંજૂર કર્યા છે. જ્યારે એક આરોપી દેવલ પટેલના રિમાન્ડ મંજૂર (Paper leak accused deval patel on remand) કરાયા છે.

GSSSB Head Clerk Paper Leak 2021 : આરોપી દેવલ પટેલના 4 દિવસ રિમાન્ડ લેશે પોલીસ, અન્ય 4ના રિમાન્ડ નામંજૂર

author img

By

Published : Dec 24, 2021, 7:54 PM IST

સાબરકાંઠાઃ પ્રાંતિજના ઊંછા ખાતેથી ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ (GSSSB Head Clerk Paper Leak 2021 ) દ્વારા લેવાયેલા હેડ ક્લાર્ક પેપર લીક મામલે જિલ્લા પોલીસને વધુ એક સફળતા મળતા આજે વધુ બે આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેમાં પ્રાંતિજ કોર્ટ દ્વારા મુખ્ય આરોપીના ભત્રીજા તરીકે દેવલ પટેલ 4 દિવસના રિમાન્ડ મંજૂર (Paper leak accused deval patel on remand) કરાયા છે. તેમ જ અમરેલીના બાબરાના અટક કરાયેલા રાજેશ અગ્રવાલના રિમાન્ડના મંજુર કરવામાં આવ્યા છે. જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ સ્ટેશન કોર્ટ સહિત હાઇકોર્ટના દ્વાર ખટખટાવી અમરેલી સહિતના ગુનાઓમાં જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ (Sabarkantha Police Investigation) હાથ ધર્યો છે.

આરોપી દેવલ પટેલ મુખ્ય આરોપીનો ભત્રીજો છે

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત વધુ 3 આરોપીની અટકાયત

અત્યાર સુધી કુલ 21 આરોપીની ધરપકડ

આજે અગાઉના ત્રણ આરોપીઓ મામલે (GSSSB Head Clerk Paper Leak 2021 ) પણ રિમાન્ડ અરજી નામંજૂર કરવામાં આવી છે. જોકે દિન-પ્રતિદિન પેપર લીક મામલે થઈ રહેલા ખુલાસાના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં 21 જેટલા આરોપીઓની અટકાયત કરી છે તેમ જ તમામની સામે નામજોગ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે. પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસને (Sabarkantha Police Investigation) મળી રહેલી સફળતાના પગલે આગામી ટૂંક સમયમાં પેપર લીક કરનારા તમામ આરોપીઓની અટકાયત કરવાની સાથોસાથ મસમોટા ખુલાસા થવાની સંભાવનાઓ રહી છે.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: પ્રાંતિજ કોર્ટે આપ્યા એક આરોપીને 6 દિવસના રિમાન્ડ, ત્રણના રિમાન્ડ નામંજૂર

હજુ 1 આરોપી પકડથી બહાર

જોકે હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લા પોલીસે (GSSSB Head Clerk Paper Leak 2021 ) સૌપ્રથમ 11 લોકો સામે નોંધાયેલી ફરિયાદમાં માત્ર એક આરોપી સુધી પહોંચવાનું બાકી છે. તેમજ અન્ય તમામ આરોપીઓને ઝડપી લેવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી રહી છે. ત્યારે રિમાન્ડ દરમિયાન મળેલા નામો અને આરોપી સુધી પહોંચવામાં પણ સફળ રહેલી જિલ્લા પોલીસને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલે તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.