પ્રાંતિજમાં SBIના ATMમાં રવિવારે વહેલી સવારે એકાએક આગ લાગી હતી જેના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે દોડધામ સર્જાઇ હતી. ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ફાઈટર આવે તે પહેલા જ સ્થાનિકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. તેમજ આગ પર કાબુ મેળવતા પહેલા ATM સહિત એસી અને અન્ય રાચરચીલું બળીને ખાખ થઈ ચૂક્યું હતું. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવી આગ લાગવાના કારણોની તપાસ કરતા શોટ સર્કિટના પગલે આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ માનવામાં આવે છે, જોકે આગ કયા કારણે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
સામાન્ય સંજોગોમાં તમામ ATM કેન્દ્રો પર ફાયર ફાઈટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવતી હોય છે. જોકે આ ATMમાં આવી કોઈ સગવડ રાખવામાં આવી ન હતી ત્યારે આગામી સમયમાં સ્થાનીક બેન્કોએ પણ ATMની સુરક્ષા અંગે વધુ વિચારવું પડે તેવી પૂર્ણ સંભાવનાઓ છે.