સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગણેશ વિસર્જન દરમિયાન થયેલી અથડામણને વિકરાળ સ્વરૂપ લેતા રાત્રિના સમયે બે જૂથ વચ્ચે તોડફોડ તેમજ મારામારી થવાને પગલે ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં દસ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી સમગ્ર સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં બંને પક્ષોના થઈ કુલ ૪૦ વ્યક્તિઓને આરોપીમાં સમાવવાની તજવીજ હાથ ધરાય રહી હતી. તેમજ બંને જૂથોના મોટાભાગના લોકો ઝડપાઇ ચૂકયા હતા. જેમાં 23 લોકોની અટકાયત થઈ ચૂકી હતી. ગામમાં રહેલી શાંતિને પગલે આગામી સમયમાં બંદોબસ્ત પણ એટલો જ મહત્વનો હતો.
ગણેશ વિસર્જન દરમિયાન સામાન્ય બાબતે અથડામણ થતાં સાબલવાડ ગામે સજ્જડ બંધ - સાબરકાંઠાના ઇડર તાલુકાના સાબલવાડ ગામ
ઇડરઃ સાબરકાંઠાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગણેશ વિસર્જન દરમિયાન સામાન્ય બાબતે અથડામણ સર્જાતા સમગ્ર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત્ રહ્યો હતો.