સાબરકાંઠા: રાજસ્થાનમાં ભારે વરસાદ થવાને પગલે સોમવારે સમગ્ર ઉત્તર ગુજરાત માટે જીવાદોરી સમાન ગણાતી સાબરમતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પહેલીવાર પાણી આવતા સ્થાનિકો સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
4 જિલ્લા, 14 શહેર તેમજ 500થી વધારે ગામડાઓ માટે સાબરમતી નદી પર બનાવવામાં આવેલા ધરોઇ જળાશય યોજના પીવાના પાણીનું એક માત્ર આશ્રયસ્થાન છે . જો કે, ગત વર્ષે સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઇ ડેમ પૂર્ણ સપાટી પર આવ્યો હતો. તેમજ આ વર્ષે પણ સાબરમતી નદીમાં પૂર આવતા દરરોજ જળાશયની સપાટીમાં વધારો થશે.
જેના પગલે ઉત્તર ગુજરાત માટે વધુ એકવાર પીવાના પાણીની સાથે-સાથે 500થી વધારે ગામડાઓમાં હજારો હેક્ટર જમીન માટે સિંચાઈની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.
હવે આગામી સમયમાં વરસાદ દ્વારા ધરોઇ જળાશય યોજનામાં કેટલું પાણી ભરાશે તે જોવું રહ્યું.