સાબકાંઠાઃ ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર તેમજ ઇડર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા કોરોના વાયરસ મુદ્દે વડાપ્રધાનની અપીલ ના સમર્થનમાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં હિતુ કનોડિયાએ કોરોના વાઇરસ સામે ડર્યા વિના સાવચેતી રાખવા માટે સ્થાનિક જનતાને અપીલ કરી છે.
હિતુ કનોડિયાએ ફિલ્મી અંદાજમાં કોરોના વાઈરસ અંગે કરી અપીલ કોરોના વાઇરસ અંતર્ગત સમગ્ર વિશ્વમાં ભારે ગભરાટ સર્જાયું છે. તેમજ રોજના હજારો લોકો મોતની શરણમાં જઈ રહ્યા છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી દ્વારા જનતા કર્ફ્યુની અપીલ કરવામાં આવી છે. જેમાં પગલે સાબરકાંઠાની ઈડર વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાતી ફિલ્મ ના સુપરસ્ટાર ગણાતા હિતુ કનોડિયા દ્વારા કોરોના વાઇરસ મુદ્દે જાગૃત થવાની અપીલ કરવામાં આવી છે. તેમજ ફિલ્મી અંદાજમાં વાઈરસ સામે જાગૃત બની મહામારી સમાન કોરોનાને દૂર કરવા વડાપ્રધાની અપીલને પણ સમર્થન આપવાની વાત કરતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને ઇડર વિધાનસભા સહિત સાબરકાંઠાની જનતા અને ગુજરાતની જનતા પણ ખૂબ મોટા પ્રમાણમાં લાઈક અને શેયર કરી રહી છે.દિનપ્રતિદિન વધતાં રહેલા કોરોના વાઇરસ સામે ધારાસભ્યની અપીલની સાથો સાથ વડાપ્રધાને કરેલી હાકલને કેટલો સહયોગ મળે છે. તેમજ જનતા કર્ફ્યુથી કોરોના વાઇરસને વધતો કેટલા અંશે અટકાવી શકાય છે, તે તો આગામી સમય જ બતાવશે.