સાબરકાંઠા: જિલ્લાની મુખ્ય આધાર શિલા બની રહેલી સાબરડેરીને કોરોના વાયરસ દરમિયાન ત્રણ માસમાં 50 કરોડથી વધારેની રકમનો વેચાણ ઘટતા ફટકો પડ્યો છે. જેમાં દહી, છાશ ,આઈસ્ક્રીમ, છાશ, પાવડર તેમજ શ્રીખંડ સહિતની અન્ય ચીજ વસ્તુઓમાં 50 ટકાથી વધારેનો ઘટાડો થતાં સાબરડેરીના વેચાણમાં ઘટાડો થયો હતો.
એક તરફ લોકડાઉનને પગલે પશુપાલકો દ્વારા દૈનિક દૂધની આવક યથાવત રહી હતી. જોકે બીજી તરફ દૂધ તેમજ દૂધની વિવિધ બનાવટોનું વેચાણ ઘટતા બનાસડેરીને દૂધની બનાવટોમાં ખૂબ મોટો ફટકો પડયો છે. સાથોસાથ પશુપાલકોને દૂધના ભાવમાં કોઇ ઘટાડો કરાયો ન હતો. જેના પગલે પશુપાલકોને અપાતા ભાવ ફેરમાં પણ તેની અસર જોવા મળી છે. હાલમાં વૈશ્વિક ફલક પર કોરોનાની મહામારીએ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ, ધંધા રોજગાર સહિત દૈનિક આવક મેળવતા લોકો માટે આર્થિક આફત ઊભી કરી છે. ત્યારે પશુપાલકો માટે હજુ પણ સાબરડેરી દ્વારા મહત્તમ ભાવ આપવાની સાથોસાથ રોજગારીનું પાસુ બની રહી છે. જોકે એક તરફ પશુપાલકો માટે પશુધન સહિતના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે દૂધના ભાવમાં ઘટાડાના પગલે પશુપાલકો ફરી એકવાર સાબરડેરી પ્રત્યે ભારોભાર રોષ ભભૂકી ઉઠયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી દુધના પાવડરને આયાતની છૂટ આપવાના મુદ્દે પશુપાલકોને હજુ પણ વધુ નુકશાન ભોગવવું પડે તેવી સ્થિતિ છે, ત્યારે સાબરડેરી સહિત ગુજરાતના તમામ દૂધસંઘ આ મામલે એકરૂપ નહીં થાય તો દૂધના ભાવ હજુ ઘટી શકે છે.