સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ભટેલા ગામે અચાનક ભયંકર આગ લાગતા જંગલમાં રહેલી વિવિધ વનસ્પતિઓ સહિત સાગ, ટિમરું જેવા અનેક ઝાડ બળીને ખાખ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, સૌથી વધુ નુકસાન જાહેર રસ્તા નજીક આવેલા કિંમતી વૃક્ષો અને પક્ષીઓ સહીત જંગલી પ્રાણી બળીને ખાખ થઈ ગયા છે.
જો કે, ભટેલા ગામે જંગલોમાં આગ લાગી હોવા છતાં ત્યારે ફોરેસ્ટ તંત્ર ઉંઘમાં હોય તેવો ઘાટ સર્જાયો છે. આગ લાગ્યાના 24 કલાક બાદ પણ હજી પણ આગ કાબૂમાં આવી નથી. તેમજ આગ હજુ વધુ ફેલાતા એકસાથે 2 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ છે અને આસપાસના વિસ્તારોમાં ધુમાડા સહિત આગની જ્વાળાઓ વધતા સ્થાનિક લોકોમાં ભય સહિત વન વિભાગ પ્રત્યે ભારે રોષ ફેલાયો હતો.