સાબરકાંઠાના વિજયનગર નજીક કાલવડ પાસે આવેલા વીજલાસણ ગામના મુકેશભાઈ બોડાત તેમના સંબંધીઓ 10 દિવસ પહેલા ઇડર વિસ્તારમાં આવેલા વીર બાવજીના મંદિર પાસે લઇ ગયા હતા. ત્યાં સંબંધીઓ દ્વારા અગમ્ય કારણસર મુકેશભાઈને મુઠ માર મારવામાં આવ્યો હતો. જેના કારણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા તેમને સ્થાનિકોએ ઇડર ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમનું ત્રણ દિવસ પહેલા મૃત્યુ થતા સામાજિક ન્યાય મેળવવાની અપેક્ષા એ તેમના મૃતદેહને અગ્નિદાહ વિના ઘર આગળ મૂકવામાં આવ્યો હતો.
તેમજ પરિવારજનોએ સામાજિક ન્યાય મેળવવા માટે આદિવાસી સમાજની પરંપરા સમાન ચડોતરૂ કરવા માટે સંબંધીઓના વતન રાજસ્થાનમાં દહિયા સુધી મૃતદેહને લઈ જવાનું આયોજન કર્યું હતું. જો સામાજિક સમાધાન ન થાય તો પોતાના સ્વજનનો અગ્નિદાહ પણ દહિયા મુકામે જ અગ્નિદાહ આપવાનું નક્કી કર્યું હતું.