ETV Bharat / state

Communal violence in Gujarat : હિંમતનગરમાં ધારા 144 લાગુ, SRP અને RAF ગોઠવાઈ,તપાસના આદેશ સાથે હિંસાખોરો સામે કાર્યવાહી શરુ - Policeman Injured in Stone Plating

રાજ્યના બે જિલ્લાઓમાં 10 એપ્રિલે રામનવમી તહેવાર પર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કોમી હિંસાની(Communal violence in Gujarat) ઘટનાઓ બની હતી. જેને પગલે મોડીરાત્રે ગૃહપ્રધાને બેઠક (Harsh Sanghvi Meeting in Gandhinagar) યોજીને સ્થિતિ સમીક્ષા સાથે પગલાં લીધાં છે.હિંમતનગરમાં 13 એપ્રિલની રાત્રિ પર્યંત ધારા 144 (Section 144 Applied in Himmatnagar) લાગુ પાડવામાં આવી છે જ્યારે ખંભાતમાં પણ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

Communal violence in Gujarat : હિંમતનગરમાં ધારા 144 લાગુ, SRP અને RAF ગોઠવાઈ, હિંસાખોરો સામે કાર્યવાહી શરુ

author img

By

Published : Apr 11, 2022, 3:39 PM IST

Updated : Apr 11, 2022, 5:15 PM IST

ન્યૂઝ ડેસ્ક- ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા કરવાનો પ્રયત્ન થયો છે. રાજ્યના બે જિલ્લા સાબરકાંઠા અને આણંદમાં 10 એપ્રિલે કોમી વૈમનસ્ય ડહોળવાનો ગંભીર મામલો (Communal violence in Gujarat )સામે આવ્યો હતો.હિમતનગરમાં રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. તો આણંદના ખંભાતમાં પણ પોલીસની હાજરીમાં જ રામનવમીની શોભાયાત્રાને હુડદંગ મચાવાયું હતું. મામલો બેકાબુ બનતા શહેરમાં 144 કલમ (Section 144 Applied in Himmatnagar) લાગુ કરવામાં આવી હતી. હિંમતનગરમાં પોલીસ વિભાગનો (Section 144 applied in Himmatnagar) વિવિધ કાફલો ખડેપગે રખાયો છે.

અન્ય જિલ્લાની પોલીસ કુમક પહોંચીઃ આ બાબતને લઈને સ્થિતિ ઉગ્ર બની હોવાથી રેન્જ IG સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસ તેમજ અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંથી પોલીસ તેમજ SRP સાથેનો કાફલો ખડકી દેવાની ફરજ પડી હતી. શોભાયાત્રા દરમિયાન (Himmatnagar Ram Navami Procession) પથ્થરમારાના હુમલામાં પોલીસ વડા સહિત 10 પોલીસ કર્મીઓને નાની મોટી(Policeman Injured in Stone Plating) ઇજાઓ થઇ હતી તેમજ પાંચ જેટલા સામાન્ય નાગરિકોને ઇજાગ્રસ્ત થયા હતા. અને અન્ય વાહનો અને દુકાનોને આંગ ચાંપવાના બનાવો બન્યા હતા.

રામનવમીની શોભાયાત્રા દરમિયાન કોમી હિંસાની ઘટનાઓ સામે આવી હતી

જૂથ અથડામણ, આગચંપી અને ટિયરગેસ- હિંમતનગરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ (Communal violence in Himmatnagar ) કરનારાઓના પથ્થરમારાના પગલે બે પોલીસકર્મી સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતાં. પાંચથી વધારે વાહનોને કરાઈ આગચંપી પણ કરવામાં આવી હતી. શોભાયાત્રા (Himmatnagar Ram Navami Procession)છાપળીયા વિસ્તારમાં થઈને પસાર થઈ રહી હતી ત્યારે અગમ્ય કારણોસર જૂથ અથડામણ અને પથ્થરમારો (Communal violence in Gujarat ) થયો હતો. છાપરિયાના અશરફનગર કસ્બા, ઇમામવાડા અને વણઝારા વાસ પથ્થરમારો અને તોડફોડ થઇ હતી. બાદમાં આ જૂથ અથડામણે Group Clash in Himmatnagar and Khambhat 2022 મોટુ સ્વરૂપ ધારણ કર્યું અને મોટરસાઇકલોને આગ ચાંપી દેવાઇ હતી. પોલીસ દ્વારા સ્થિતિ કાબૂમાં લેવા સાત રાઉન્ડ ટિયરગેસ (Himmatnagar police tear gas) પણ છોડવામાં આવ્યાં હતાં.

સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાની 3 ફરિયાદો : પોલીસ પર પણ પથ્થરમારો થતાં મામલો ગંભીર બન્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પોલીસ વડા સહિત જિલ્લા પોલીસની ટીમો દોડી આવી હતી. પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન કાફલા પર પણ પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતાં. જોકે સમગ્ર ઘટનાને પગલે પોલીસે કોઈ મોટી ઘટના ન બને તેના માટે સખત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ દ્વારા સાબરકાંઠામાં ફ્લેગ માર્ચ (Flag March in Himmatnagar) યોજાઇ હતી. આ દરમિયાન, સાબરકાંઠા SP વિશાલ વાઘેલાએ જણાવ્યાં પ્રમાણે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાની 3 ફરિયાદો નોંધવામાં આવી હતી. સંવેદનશીલ સ્થળોએ પોલીસ ટીમો દ્વારા યોગ્ય ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા 2 પ્રકારની ટીમ બનાવવામાં આવી છે. જેમાં એક ટીમ પેટ્રોલીંગ કરી રહી છે અને બીજી ટીમ સમગ્ર મામલાની (Communal violence in Gujarat )તલસ્પર્શી તપાસ કરી રહી છે.

બે પ્રકારની ટીમો બનાવી હિંસાખોરો સામે પગલાં લેવા કાર્યવાહી શરુ

હિંમતનગરમાં 144 લાગુ - તોફાની ટોળાને વિખેરવા 40 રાઉન્ડ કરતા ટીયરગેસના (Communal violence in Himmatnagar )સેલ છોડાયા હતાં. હિંમતનગર શહેરમાં ભારેલા અગ્નિ જેવું વાતાવરણ છે. જેને લઇ સાબરકાંઠાના જિલ્લા કલેકટર હિતેશ કોયા દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ગઇકાલે મોડી રાતથી કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેમાં હિંમતનગરના રાધે સ્વીટ માર્ટથી છાપરિયા વિસ્તાર, મહાકાળી મંદિરથી પૂર્ણિમા ડેરી લઇને છાપરીયા (Communal violence in Gujarat )સુધીના તમામ વિસ્તાર, ભગવતી પેટ્રોલ પંપ થી ટાવર સુધીનો તમામ વિસ્તાર, ન્યાય મંદિરથી ચાંદનગર અને મહેતાપુરા વિસ્તાર, હાજીપુરા અલકાપુરી અને બગીચા સુધીનો સમગ્ર વિસ્તાર, આવરી લેવામાં આવ્યો છે. શહેરના જૂની જિલ્લા પંચાયતથી નવી દુર્ગા બજાર સુધીના તમામ વિસ્તારને કલમ 144 હેઠળ (Section 144 Applied in Himmatnagar) લાગુ કરવામાં આવી છે. આ હુકમ જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે રાત્રીથી લઈને 13મી એપ્રિલ રાત્રિના બાર વાગ્યા સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સહિત 1060ની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે. આ ઉપરાંત હિંમતનગર મોટાભાગના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને અન્ય જિલ્લાઓની પોલીસ પણ ખડે પગે છે. સાથેસાથે SRP ટીમનો પણ બંદોબસ્ત ગોઠવાયો છે.

39 જેટલા વ્યક્તિ સામે નામજોગ સહિત 700થી વધુના ટોળા સામે ફરિયાદ - જિલ્લા પોલીસે 39 જેટલા વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઇ હતી તેમ જ 700થી વધુના લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. એ ડિવિઝન તેમજ બી ડિવિઝન પોલીસ મથકે આ ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદના પગલે આગામી સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે. હિંમતનગરમાં રાયોટિંગ અને ગુનાહિત ષડ્યંત્રની ફરિયાદ સાથે હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 700થી વધુના ટોળા પર ફરિયાદ નોંધાઇ છે. કુલ 39 શખ્સો સામે નામ જોગ અને 700થી વધુના ટોળા સામે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી નુકસાન (Communal violence in Gujarat )પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાઈ છે.

હિંસાખોરો દ્વારા આગજની અને તોડફોડ
હિંસાખોરો દ્વારા આગજની અને તોડફોડ

ગૃહપ્રધાને કરી મોડી રાત્રે બેઠક- ઉપરાંત ઘટનાને લઈને મોડી રાત્રે ગૃહપ્રધાન હર્ષ સંઘવીની બેઠકમાં (Harsh Sanghvi Meeting in Gandhinagar) ચર્ચા કરવામાં આવી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાત્રે 11:30 કલાકે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં ગાંધીનગર રેન્જ IG અને ખંભાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ ઘટનાને વધુ વેગ ન મળે તેમજ અસામાજિક તત્વો તાત્કાલિક ધોરણે પોલીસની પકડમાં આવે તે બાબતે બેઠક મળી હતી.

બેઠકમાં શું થઈ ચર્ચા - મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં (Harsh Sanghvi Meeting in Gandhinagar)ઉપસ્થિત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ગૃહ રાજ્યપ્રધાન સાથે મોડી રાત્રે બેઠક યોજી હતી. રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં ઊભી થયેલી પરિસ્થિતિ અંગે રીવ્યૂ (Communal violence in Gujarat )કરાયો છે. હિંમતનગરમાં રાયોટીંગનો ગુનો દાખલ કરી અમુક લોકોને રાઉન્ડ અપ કરાયા છે. આ ઉપરાંત હિંમતનગર અને ખંભાતની હિંમતનગરમાં બે IG અને ચાર SP કક્ષાના અધિકારી ઘટના પર નજર રાખી રહ્યા છે. જ્યારે RAFની બે કંપની પણ હિંમતનગર મોકલવામાં આવી છે. સાથે ખંભાતમાં રાયોટિંગના (Khambhat Rioting case 2022) બે ગુના દાખલ કર્યા છે. આ ઉપરાંત DIG કક્ષાના અધિકારી તહેનાત છે. સોશિયલ મીડિયા પર ચાંપતી નજર -સોશિયલ મીડિયામાં ખોટી (Himmatnagar Ram Navami Procession) માહિતી હશે તો તેને હટાવવાની કામગીરી કરી ગુનો પણ દાખલ કરાશે. આ તમામ બાબતે સાયબર ક્રાઇમ નજર રાખી રહ્યું છે.

ધારા 144 લાગુ, SRP અને RAF ગોઠવાઈ
ધારા 144 લાગુ, SRP અને RAF ગોઠવાઈ

આ પણ વાંચોઃ શોભાયાત્રામાં જૂથ અથડામણ બાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ, અનેક મોર્ચે પોલીસની તપાસ

ખંભાતમાં પણ રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો અને ઘરોમાં આગચંપીનો બનાવ

ખંભાતમાં શું બન્યુંઃ ખંભાતના સંવેદનશીલ વિસ્તાર શક્કરપુરામાં રવિવારના રોજ રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રા (Khambhat Ram Navami Procession) પર પથ્થરમારો થતાં અફરાતફરી મચી ગઈ હતી. મંદિરથી શરુ થઇ શોભાયાત્રા હજુ 500 મીટર દૂર પણ પહોંચી ન હતી ત્યાં રસ્તામાં આવતી મસ્જિદ પાસે પથ્થરમારો શરૂ (Communal violence in Khambhat ) થઇ ગયો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ કેટલાક તોફાની તત્વોએ તેમનો ઇરાદો (Communal violence in Gujarat )પાર પાડ્યો હતો. આ ઘટનાના પગલે પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યાં હતાં, પરંતુ તે પહેલા બન્ને પક્ષોના જૂથ આમનેસામને આવી ગયાં હતાં અને ભારે પથ્થરમારો અને આગચંપી કરતાં તંગદિલી ફેલાઇ ગઇ હતી. પોલીસ પહોચે તે પહેલા પથ્થરમારો કરવા ઉપરાંત આઠ જેટલી દુકાનો પણ સળગાવી દેવાઈ હતી.

પોલીસની હાજરીમાં જ ભારે પથ્થરમારો- ઘટના સમયે હાજર પોલીસની ટીમે પરિસ્થિતિને કાબૂમાં લેવા કોશિશ કરી હતી, પરંતુ તે પહેલા બન્ને પક્ષના લોકો ઉશ્કેરાયાં હતાં અને સામસામે પથ્થરમારો (Communal violence in Gujarat )શરૂ થઈ ગયો હતો. બનાવની જાણ જિલ્લા કંટ્રોલરૂમમાં થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, હેડક્વાટર્સ અને આસપાસના પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કાફલો દોડી આવી પરિસ્થિતિને કાબૂમાં પ્રયાસ શરુ કર્યાં હતાં. જેના પગલે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે

આ પણ વાંચોઃ Himmatnagar Group Pelted: સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ ચેતી જજો, પકડાશો તો થશે કાર્યવાહી

જિલ્લા પોલીસ વડાએ સંભાળી સ્થિતિઃ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા (Anand superintendent of police) અજીત રાજ્યન સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતાં અને પેટ્રોલીંગ સહિતની કામગીરી હાથ ધરતાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિને રાઉન્ડ અપ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અજીત રાજ્યને જણાવ્યું કે ખંભાતમાં પથ્થરમારાનો મેસેજ મળતાં જ તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન ડીજે પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. આ ઘટનાને લઇને અઢી વર્ષ પહેલાની ધમાલની યાદ (Communal violence in Gujarat )તાજી થઇ ગઇ હતી. ખંભાતમાં અઢી વર્ષ પહેલા પણ ઉત્તરાયણ દરમિયાન ધમાલ થઇ હતી. જેના એકાદ મહિના બાદ આ ધમાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી અને મામલો મુખ્યપ્રધાન તેમજ દિલ્હી સુધી પહોંચી ગયો હતો. જેમાં જે તે સમયના જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ પણ કરવામાં આવી હતી.

Last Updated : Apr 11, 2022, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.