ETV Bharat / state

સાબરકાંઠામાં વાદળોએ કર્યા નિરાશ,  પૂર્ણ સૂર્યગ્રહણ ન જોઈ શક્યા લોકો - solar eclipse

2020ની સાલનું સૌથી મોટુ સૂર્યગ્રહણ આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળ્યું હતું, જોકે સાબરકાંઠામાં વાદળછાયુ વાતાવરણ હોવાના પગલે પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાયું નથી.

Cloudy weather, no solar eclipse in Sabarkantha
સાબરકાંઠામાં વાદળછાયુ વાતાવરણ, પૂર્ણ સૂર્યગ્રહણ ન દેખાયું
author img

By

Published : Jun 21, 2020, 3:30 PM IST

હિંમતનગરઃ સમગ્ર ગુજરાતમાં આજે સૂર્યગ્રહણ જોવા મળી રહ્યું છે, જો કે સાબરકાંઠામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હોવાના પગલે પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાયું નથી. આમ, સૂર્યગ્રહણનો નજારો જોવા ન મળતા સાબરકાંઠા જિલ્લાવાસીઓમાં નારાજગી જોવા મળી હતી.

એક તરફ વરસાદી માહોલની જગતના તાતને સૌથી વધારે જરૂરિયાત છે, ત્યારે આજના દિવસે સૌથી લાંબુ સૂર્યગ્રહણ પણ જોવા મળી શકે તેવી પૂર્ણ સંભાવના હતી. જો કે દિવસની શરૂઆતથી જ આકાશમાં વરસાદી વાદળ ઘેરાતા સૂર્ય ગ્રહણ ન જોઈ શકાયું. સામાન્ય રીતે સૂર્ય ગ્રહણ વખતે આકાશમાં વાદળ ન હોય તો જ સૂર્યગ્રહણ જોઈ શકાય છે, તેમજ તેની અસર પણ વર્તાઈ શકે છે. જો કે વરસાદી વાદળ હોવાના પગલે આજે સાબરકાંઠા જિલ્લામાં પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાયું નથી.

Cloudy weather, no solar eclipse in Sabarkantha
સાબરકાંઠામાં વાદળછાયુ વાતાવરણ, પૂર્ણ સૂર્યગ્રહણ ન દેખાયું

હાલ જગતના તાતની સૌથી વધારે જરૂરિયાત વરસાદની છે. જેને લીધે સૂર્યગ્રહણના આનંદ કરતા વરસાદી વાદળોનો આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો. જોકે હજુ સુધી વરસાદ ન થતા અસહ્ય ઉકળાટ અને બફારાની સાથો સાથ સૂર્યગ્રહણ જોવા મળ્યાનો રંજ પણ જોવા મળ્યો હતો.

જો કે, બપોર બાદ સૂર્યગ્રહણ લાંબુ ચાલે અને આગામી સમયમાં વાદળ ઘટે તો સૂર્યગ્રહણ જોઈ શકાય તેવી સંભાવનાઓ છે. જોવાનું એ રહેશે કે, વાદળ ક્યારે હટે છે, તેમજ સૂર્ય ગ્રહણ કેટલો સમય સુધી ચાલે છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.