ETV Bharat / state

સાબરકાંઠામાં બાળ તસ્કરીનો પ્રયાસ કરતાં સ્ત્રી વેશધારી પરપ્રાંતીય યુવક ઝડપાયો - ક્રાઈમ

બાળકોને ઉઠાવી જનારી ગેંગ દ્વારા બાળકને ઉઠાવવાના પ્રયાસોના સમચારોમાં વધુ એક ઘટનાનો ઉમેરો થતાં સહેજમાં રહી ગયો. કારણ કે એવી કોશિશ કરનાર પરપ્રાંતીય યુવક ઝડપાઈ ગયો હતો. સાબરકાંઠાના બેરણાં ગામમાં સ્ત્રી તરીકેના છદ્મ વેશમાં તેણે બાળકીને ઉઠાવવાની કોશિશ કરી હતી.

બાળ તસ્કરીનો પ્રયાસ કરતાં સ્ત્રી વેશધારી પરપ્રાંતીય યુવક ઝડપાયો

author img

By

Published : Feb 28, 2020, 3:19 PM IST

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા બેરણાં ગામે આજે સવારે એક યુવક યુવતીના પહેરવેશમાં સ્થાનિક બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કરતાં ગામમાં હંગામો સર્જાયો હતો. ગાંભોઇ પોલીસે તાત્કાલિક ધોરણે ગામમાં પહોંચી યુવકની અટકાયત કરી છે તેમ જ વધુ તપાસ હાથ ધરી છે.

બાળ તસ્કરીનો પ્રયાસ કરતાં સ્ત્રી વેશધારી પરપ્રાંતીય યુવક ઝડપાયો

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા બેરણા ગામે આજે સવારે પરપ્રાંતીય જણાતાં યુવકે યુવતીના પહેરવેશમાં ગામની એક દીકરીને ઉઠાવવાનો પ્રયાસ કરતાં સમગ્ર ગામમાં હંગામો સર્જાયો હતો.ગામવાસીઓએે તાત્કાલિક ધોરણે સ્ત્રીના વેશધારી યુવકને ઝડપીને પોલીસને સુપ્રત કર્યો હતો. ગાંભોઇ પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

ગાંભોઇ પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરતાં આ યુવતી નહીં પણ યુવક હોવાનું ખુલ્યું હતું સાથોસાથ ગુજરાતનો ન હોવાનું પણ જણાવ્યું હતું જો કે આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી પરંતુ પરપ્રાંતીય નાના યુવકનું મોત થયું હતું તેમ જ તેના જેવા કેટલા લોકો વિસ્તારમાં ફરે છે અને કયા કારણસર બાળકીને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો તે અંગે ઉંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે

જોકે આગામી સમયમાં ઝડપાયેલા યુવક તેમ જ પોલીસ તપાસ બાદ જ સાચું શું છે તે જાણી શકાશે. હાલમાં સમગ્ર જિલ્લામાં શંકાકુશંકાઓ તેમ જ અફવાઓ ફેલાઈ રહી છેે. આખરી સત્ય તો પોલીસ તપાસમાં જ બહાર આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.