સાબરકાંઠા ખેડબ્રહ્મા વિધાનસભા (Gujarat Election 2022) પર 100થી વધુ કાર્યકર્તાઓ હવે બીટીપીનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ (BTP Workers joins BJP in Khedbrahma) ગયા છે. વિજયનગર BTPના તાલુકા સભ્ય BTP છોડી કેસરિયો કર્યો હતો. ખરાડી પ્રિયંકાબેન પ્રવીણભાઈએ BTP પાર્ટી છોડી 100થી વધુ કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા હતા.
આ સભ્યો હાજર રહ્યા રાજસ્થાન ઉદેપુર ગ્રામીણના ધારાસભ્ય ફૂલસિંહજી મીણા (Foolsinhji Meena Former MLA) સહિત ખેડવડા પૂર્વ ધારાસભ્ય નાણાલાલ અસારીના હાજર રહ્યા હતા. તાલુકા પંચાયત સદસ્ય સહિત 100થી વધુ કાર્યકર્તાઓ બીટીપી છોડી હતી.
બીટીપી પાર્ટી છોડી ભાજપમાં જોડાતા રાજકીય ખળભળાટ વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાઓ પૈકી ઈડર હિંમતનગર તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકોના (KhedBrahma assembly seat) ઉમેદવારોઓએ રેલી તેમજ રોડ શો કરી મતદારો સુધી પહોંચવાનો તનતોડ પ્રયાસ કર્યો હતો તેમજ ખેડબ્રહ્મા ખાતે બીટીપી ના તાલુકા પંચાયત સદસ્ય સહિત 100 થી વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા ગરમાવો વ્યાપ્યો છે.
મતદાનને હવે 2 જ દિવસ બાકી મતદાનના દિવસે હવે માત્ર ગણતરીના દિવસો (Voting for Second Phase Gujarat Election) બાકી છે. ત્યારે આજે હિંમતનગર વિધાનસભામાં કૉંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલે પદયાત્રા કરી હતી. હિંમતનગર શહેરના તમામ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. તો ઈડર વિધાનસભા બેઠકો (Idar assembly seat) પર ભાજપના ઉમેદવાર તેમ જ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ જંગી જાહેર રેલી યોજી મતદારોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
તાલુકા સભ્ય સહિતના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા બીજી તરફ ખેડૂતોમાં વિધાનસભા બેઠક ઉપર પૂર્વ કેન્દ્રિય પ્રધાન તૂષાર ચૌધરી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા માટે પદયાત્રા કરી મતદારોને મનાવવા કમર કસી હતી. જોકે, ખેડૂતોમાં વિધાનસભા બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર અશ્વિનભાઈ કોટવાલે આજે BTPના તાલુકા સદસ્ય સહિત 100થી વધુ કાર્યકર્તાઓને ભાજપમાં ભેળવી દેતા રાજકીય આપ્યો હતો. જોકે, આગામી સમયમાં સરકાર રહે છે એ તો સમય જ બતાવશે.