ETV Bharat / state

ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ ત્રણ માગણીઓને લઈને સરકાર સામે બાયો ચઢાવી - Bhartiya Kisan Sangh protest

ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh)આંદોલનના માર્ગે છે. જેમાં કિસાનની ત્રણ માગણીઓ ન સંતોષાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠાનામાં ભારતીય કિસાન સંઘ દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી માગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન અને ચૂંટણી(Farmers protest in Sabarkantha )બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ ત્રણ માગણીઓને લઈને સરકાર સામે બાયો ચઢાવી

author img

By

Published : Jun 16, 2022, 3:36 PM IST

સાબરકાંઠાઃ ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ આંદોલનના (Bharatiya Kisan Sangh)માર્ગે છે. જેમાં કિસાનની ત્રણ માગણીઓ ન સંતોષાતા ગુજરાતના તમામ તાલુકા મથકે પાક વીમો, નર્મદાનું પાણી તેમજ મરજિયાત મીટર મામલે સાબરકાંઠાના તમામ તાલુકા મથકોએ ભારતીય કિસાન સંઘ દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી માગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલન અને ચૂંટણી બહિષ્કાર (Farmers protest in Sabarkantha )કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ભારતીય કિસાન સંઘ

આ પણ વાંચોઃ Water problem in Kutch: કચ્છના ખેડૂતોએ કેમ બાયો ચડાવી, માંગ ના સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતના ધરણાં

વિવિધ મુદ્દા અને લઈને બેઠક - ગુજરાતભરમાં વિવિધ સંગઠનો દ્વારા સરકાર સામે મોરચો માંડયો છે. ભારતીય કિસાન સંઘ ખેડૂતોનો ખૂબ મોટી સંગઠન હવે ખેડૂતોના હિત માટે સરકાર સામે લડી લેવાના મુડમાં દેખાઇ રહ્યું છે. થોડા સમય અગાઉ ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સાથેની વિવિધ મુદ્દા અને લઈને બેઠક યોજાઇ હતી, જેમાં સરકાર દ્વારા ભારતીય કિસાન સંઘના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઈ હતી. દસ દિવસ પહેલા ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને પોતાની જે માંગ સરકાર દ્વારા માંગ ન થતાં આજે વિવિધ તાલુકા મથકે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ખેડૂતોના ખેતરમાં મરજીયાત મીટર કરવા - સાબરકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકા મથકે મોટી સંખ્યામાં ખેડૂતો સહિત ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય કિશાન સંઘની ત્રણ માગણીઓ ન સંતોષાતા આજે ગુજરાતભરમાં આંદોલન દેખાવો કરવામાં આવ્યા હતા. 2019 થી 2020 માં ખેડૂતોને પાક વળતર ચુકવણી કરવામાં આવે, મંજૂર થયેલા ગામોમાં સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવામાં આવે તેમજ સરકાર દ્વારા ખેડૂતોને ખેતરોમાં ફરજિયાત મીટર લગાવવાને વાતને લઈને ખેડૂતોમાં આક્રોશ વ્યાપેલો હતો ખેડૂતોના ખેતરમાં મરજીયાત મીટર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાનસંઘે સરકાર સામે બાંયો ચઢાવી, પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ખેડૂતો રોડ પર ઉતરશે

આંદોલનની ચીમકી ઉચ્ચારી - ઇડરમાં નેશનલ હાઈવે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે જેને લઇને આસપાસના ખેડૂતોને મોટા પ્રમાણમાં જમીન કપાત થતી હોવાને લઈને તાત્કાલિક ધોરણે બાયપાસ અટકાવવામાં આવે તે વિવિધ માંગણીઓને લઇને હવે ભારતીય કિસાન સંઘ મેદાને પડયું છે. સરકાર દ્વારા જે ટૂંક સમયમાં માંગ નહીં સ્વીકારાય તો આવનાર સમયમાં રસ્તા પર દેખાવો સહિતના વિવિધ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આવનાર સમયમાં વિધાનસભા ચૂંટણીમાં પણ ચૂંટણી બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે, ત્યારે જોવાનું રહ્યું કે સરકાર દ્વારા આવનારા સમયમાં ખેડૂતના હિતમાં નિર્ણય લેવાશે કે નહીં તે આવનારો સમય બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.