ETV Bharat / state

Sabarkantha Polo Forest : મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ સહિત સ્થાનિકોની મુશ્કેલીઓ ક્યારે થશે ઓછી ? - ગુજરાત જંગલ વિસ્તાર

ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં (Sabarkantha Polo Forest) છેલ્લા કેટલાક સમયથી પ્રવાસીઓ સહિત સ્થાનિકોની મુશ્કેલી સર્જાઈ છે. પોળો ફોરેસ્ટમાં પાણીની ઉણપ સર્જાતા હવે સ્થાનિકો સહિત પ્રિ વેડિંગ (Polo Forest Photo Wedding) ફોટો સેશન તેમજ કુદરતી વાતાવરણનો આનંદ લેનારા સહેલાણીઓ માટે સમસ્યા સર્જાઇ છે. જોકે, આ વિસ્તારમાં કેટલીક વ્યવસ્થા કરાય તો ફરી (Vijayanagar Polo Forest) એકવાર સમગ્ર વિસ્તારની રોનક વ્યાપક બને તેમ છે.

Sabarkantha Polo Forest : મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ સહિત સ્થાનિકોની મુશ્કેલીઓ ક્યારે થશે ઓછી ?

author img

By

Published : May 16, 2022, 5:28 PM IST

સાબરકાંઠા : સાબરકાંઠાના વિજયનગરમાં પોળો ફોરેસ્ટને (Sabarkantha Polo Forest) ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર માનવામાં આવે છે. હાલ સમગ્ર વિસ્તારમાં પાણીની અછત સર્જાતા સમગ્ર પોળો ફોરેસ્ટ વિસ્તારમાં (Vijayanagar Polo Forest) કુદરતી સૌંદર્ય માણનારા લોકો માટે ભારે વિમાસણમાં મુકાવાનો વારો આવ્યો છે. હાલના તબક્કે સમગ્ર પૂર્વ વિસ્તારમાં પાણીની ઉણપ સર્જાતા કુદરતી નાના-મોટા વહેતા ઝરણા સહિત ફોરેસ્ટમાં સર્જાતા પાણીના ધોધ કોરાધાકોર ભાસી રહ્યાં છે. જોકે સમગ્ર ગુજરાતનું એકમાત્ર ફોટો વેડિંગ માટે સ્વર્ગ ગણાતા પોળો ફોરેસ્ટમાં ગુજરાત સહિત રાજસ્થાનના લોકો માટે પણ એકમાત્ર આશ્રય સ્થાન બની રહ્યું છે, ત્યારે હાલના તબક્કે આસપાસથી આવનારા ફોટો વેડિંગ (Polo Forest Photo Wedding) કરનારા લોકો માટે સ્થાનિક સુંદરતાના ઘટાડાના પગલે ભારે નિરાશા વ્યાપી રહી છે.

મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ સહિત સ્થાનિકોની મુશ્કેલીઓ બરકરાર

આ પણ વાંચો : Saurashtra Sale of camels in Kutch : કયા કારણોસર સૌરાષ્ટ્રના પશુપાલકો પોતાના ખારાઇ ઊંટ વેચી રહ્યા છે કચ્છમાં

સ્થાનિકો લોકોની કથળી હાલત - પોળો ફોરેસ્ટ બનાવવા પાછળ વહીવટીતંત્ર દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચાયા છે. સાથોસાથ સ્થાનિક લોકોને રોજગારી (Polo Forest Employment) માટે પણ વિશેષ પ્રયાસ હાથ ધર્યો હતો. જેના પગલે સ્થાનિક વિસ્તારમાં રોજગારીની તકો સર્જાવા પામી હતી, ત્યારે હાલમાં પ્રવાસીઓની (Gujarat Forest Area) સંખ્યા કરતા સ્થાનિક કક્ષાએ ખર્ચ કરી નાના-મોટા ધંધા-રોજગાર કરનારા લોકો માટે પણ ભારે સમસ્યા સર્જાય છે. આ વિસ્તારમાં સ્થાનિક આદિવાસી તેમજ વનવાસી લોકો માટે તંત્ર દ્વારા નાની મોટી સહાય આપી પગભર કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ દિન-પ્રતિદિન ઘટતા જતા પાણીના પગલે હવે વ્યાપક અસર સર્જાતા ધંધા-રોજગાર કરનારા લોકોની સ્થિતિ પણ વણસી છે. બે ચાર માસ અગાઉ નાના મોટા ધંધા કરનારા લોકો માટે (Mini Kashmir of Gujarat ) નવરાશનો સમય ન હતો. હાલમાં કરતો દૈનિક ખર્ચ પણ ન મળતાં પારિવારિક સ્થિતિ નબળી પડી છે.

આ પણ વાંચો : Mangrove Trees In kutch: કચ્છ જિલ્લામાં ચેરિયાની સંખ્યામાં વધારો, વન અને પર્યાવરણ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ

તંત્ર ક્યારે અને કેટલી પગલાં લેશે - જોકે, સૌથી મહત્વની બાબત એ છે કે હાલના તબક્કે મોટાભાગના પરિવારો ઉનાળુ વેકેશન તેમજ ગરમીથી છુટકારો મેળવવા માટે વોટર રિસોર્ટ તરફ વળ્યા છે. કેમિકલયુક્ત પાણી ના પગલે કેટલાય બાળકો સહિત પરિવારજનોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો કેટલાક મુલાકાતીઓએ પોળો ફોરેસ્ટ મુલાકાત કરી કુદરતી સૌંદર્ય સહિત (Polo Forest Natural Beauty) ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. જોકે, કેટલાક લોકો માટે વોટર રિસોર્ટમાં જ ઠંડક મેળવવાના પ્રયાસો નિરર્થક બની રહ્યા છે, ત્યારે પોળો ફોરેસ્ટમાં આજની તારીખે પણ કુદરતી ઠંડકનો અહેસાસ મળી રહે છે. બાળકો સાથે વન અને કુદરતી સાનિધ્ય માણવા આવી રહ્યા છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા વહેતા ઝરણાં તેમજ નદીમાં સામાન્ય પાણીની વ્યવસ્થા કરાય તો ફરી એકવાર સમગ્ર વિસ્તારની રોનક વ્યાપક બને તેમ છે. જોકે હવે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં હાથ ધરાય છે, આ મામલે તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં ક્યારે લેવાય છે તે જોવું રહ્યું..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.