ETV Bharat / state

કોરોના વાઈરસ નિમિત્તે લંકેશની અપીલ, રામની દુહાઈ આપી ઘરમાં રહેવા કર્યો અનુરોધ

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે તેના સંક્રમિત દર્દીઓ ઘટાડવા માટે લોકડાઉન જાહેર કરાયું છે. જે અંતર્ગત લંકેશના પાત્ર તરીકે જગવિખ્યાત બનેલા અરવિંદ ત્રિવેદીએ પણ આજે તમામ લોકોને ભગવાન રામ દુહાઈ આપી ઘરમાં રહેવા અપીલ કરી હતી.

કોરોના વાયરસ
કોરોના વાયરસ
author img

By

Published : Apr 17, 2020, 5:21 PM IST

સાબરકાંઠા : રામાયણમાં લંકેશના પાત્ર તરીકે જગવિખ્યાત બનેલા અરવિંદ ત્રિવેદી આજે મુંબઇ ખાતે આવેલા તેમના વતનથી તમામ દર્શકો અને ભારતીયોને ઘરમાં રહેવા અનુરોધ કર્યો છે. હાલમાં દૂરદર્શન ઉપર ચાલી રહેલી રામાયણમાં સૌથી વધુ ચર્ચિત પાત્ર લંકેશનું છે. જો કે, લંકેશના પાત્ર તરીકે જગવિખ્યાત બનેલા અરવિંદ ત્રિવેદી હાલમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારી સામે ટકી રહેવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસને આવશ્યક ગણાવી કોરોના વાઈરસને વધતો અટકાવવા માટે ઘરમાં જ રહેવા ખાસ અપીલ કરી છે. તેમજ આ મામલે ભગવાન રામની દુહાઈ આપી તમામ લોકો ઘરમાં રહી કોરોના વાયરસને હરાવવા મુખ્યપ્રધાનની અપીલને સમર્થન આપવાની વાત કરી છે.

એક તરફ છેલ્લા 25 દિવસથી ભારતમાં લોકડાઉન હોવાના પગલે દૂરદર્શન ઉપર વર્ષો જૂની લોકપ્રિય સીરીયલ રામાયણ અને મહાભારત ફરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે 57 કરોડથી વધારે લોકોની પહેલી પસંદ બનેલી રામાયણમાં લંકેશના પાત્ર તરીકે જગવિખ્યાત બનેલા અરવિંદ ત્રિવેદી આજે મુંબઇ ખાતેના નિવાસસ્થાનેથી અપીલ કરી છે. તેમજ લોકડાઉનને હરાવવા માટે કરાયેલી આગામી સમયમાં કેટલી સફળ બને છે,તે પણ મહત્વનું બની રહે છે.

જો કે, દિન-પ્રતિદિન ભારત સહિત ગુજરાતમાં લોકડાઉન ભંગની ફરિયાદ વધી રહી છે. ત્યારે અરવિંદ ત્રિવેદીએ કરેલી અપીલ દર્શકો સહિત તમામ ભારતીય જન સમુદાય ઉપર અસર કરનારી બની રહેશે. જો કે, એ અસર કેટલી અને કેવી સફર રહેશે એતો આગામી સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.