ETV Bharat / state

હિંમતનગરના મંડપ એસોસિએશન દ્વારા આવેદનપત્ર, કોરોના મહામારીમાં સહાય આપવા માગ - himmatnagar

ગુજરાત મંડપ એસોસિએશન દ્વારા કોરોના મહામારીને પગલે છેલ્લા એક વર્ષથી કપરી હાલતમાં મૂકાયા બાદ સાબરકાંઠા જિલ્લા કલેકટર સહિત ગુજરાતના મુખ્યપ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે એસોસિએશન સાથે જોડાયેલા તમામ લોકોને આર્થિક મદદ કરવા માટે માગ કરાઇ છે.

હિંમતનગરના મંડપ એસોસિએશન દ્વારા આવેદનપત્ર, કોરોના મહામારીમાં સહાય આપવા માગ

author img

By

Published : Apr 5, 2021, 3:36 PM IST

  • મંડપ એસોસિએશન દ્વારા અપાયુ આવેદન પત્ર
  • બે લાખથી વધારે પરિવારો અસરગ્રસ્ત
  • આર્થિક સહયોગ આપવા કરાઇ રજૂઆત
  • વિવિધ 10 જેટલા મુદ્દાઓની લેખિત રજૂઆત

સાબરકાંઠાઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન જાહેર થયા બાદ ક્રમશઃ મોટાભાગના ધંધા-રોજગારની છૂટછાટ આપવામાં આવી હતી, તેમજ અત્યારે પણ છૂટછાટ અપાઇ રહી છે. જોકે લગ્ન અને મંડપ એસોસિએશન અંતર્ગત આવતા તમામ ધંધા-રોજગારને આજદિન સુધી છૂટછાટ અપાઇ નથી. જેમાં મંડપ, લાઈટ, ડીજે, પાર્ટીપ્લોટ, કેટરસ સહિત ફૂલ અને બગી જેવા નાના-મોટા ધંધા-રોજગાર સાથે જોડાયેલા લોકોને આજદિન સુધી કોઇ પણ પ્રકારની છૂટ આપવામાં ના આવતા ગુજરાતમાં અંદાજિત બે લાખથી વધારે પરિવારો માટે જીવન જીવવું અઘરું પડયું છે. જો કે એક તરફ કોરોના મહામારીને પગલે ધંધા-રોજગાર બંધ છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા બે લાખ જેટલા પરિવારો માટે કોઈ ચોક્કસ પગલા લેવાયા નથી, તેમ જ ધંધા-રોજગારમાં છૂટ પણ અપાઇ નથી. જેના પગલે હવે ગુજરાત મંડપ એસોસિએશનના સંગઠન દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન સહિત સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ભરવાની આર્થિક મદદ કરવાની માગ કરવામાં આવી છે. સાથોસાથ રાજય સરકારને આગામી સમયમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાયો નથી. તમામ તાલુકા મથક સુધી આવેદનપત્ર આપવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે કે, આગામી સમયમાં કેટલાક પગલા લેવાય છે એ તો સમય બતાવશે.

હિંમતનગરના મંડપ એસોસિએશન દ્વારા આવેદનપત્ર, કોરોના મહામારીમાં સહાય આપવા માગ
આ પણ વાંચોઃ કોરોનાના કપરા કાળમાં ચા વેચવા મજબૂર થયેલાં કલાકારની આપવીતી

બે લાખ જેટલા લોકો બન્યા અસરગ્રસ્ત

કોરોના મહામારીને પગલે મંડપ વેબસાઈટ સહિત બેન્ડ, ડીજે, લાઇટિંગ, શણગાર, રસોઈ તેમજ ફુલહાર જેવા ધંધા-રોજગાર સાથે ગુજરાતમાં બે લાખ જેટલા પરિવારો પોતાની રોજી-રોટી મેળવી રહ્યા છે. લોકો માટે છેલ્લા એક વર્ષથી જીવન જીવવું કપરું સાબિત થયું છે, ત્યારે આ મામલે સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનને આવેદનપત્ર આપી તમામ લોકો માટે આર્થિક મદદ કરવાની સાથે રાત્રિના સમયે પણ હેરાનગતિ ન કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

મંડપ એસોસિએશન દ્વારા આવેદનપત્ર, કોરોના મહામારીમાં સહાય આપવા માગ

લોકોની આર્થિક સ્થિતિ નબળી બની છે

જોકે આગામી સમયમાં બે લાખ જેટલા પરિવારોને આર્થિક મદદ કરવામાં આવશે કે નહીં એ તો સમય બતાવશે. પરંતુ કોરોના મહામારીને પગલે મંડપ વ્યવસાય સહિત લગ્નના વિવિધ નાના-મોટા ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકોની આર્થિક સ્થિતિ નબળી બની છે તે હકીકત છે.

આ પણ વાંચોઃ કોરોનાની મહામારીમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ખાડે પડ્યું, લોકો થયા બેરોજગાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.