ETV Bharat / state

હિંમતનગરમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 1 પોલીસકર્મીનું મોત, 1 ઘાયલ - Accident among 2 policemen in Himatnagar

સાબરકાંઠાના હિંમતનગર ઓવરબ્રિજ ઉપર આજે બે પોલીસકર્મીઓ સામે અથડાઈ જતા એક પોલીસકર્મીનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

accident-among-2-policemen-in-himatnagar-1-killed-1-serious
હિંમતનગરમાં 2 પોલીસકર્મીઓ વચ્ચે અકસ્માત, 1નું મોત, 1 ગંભીર
author img

By

Published : Apr 12, 2020, 4:35 PM IST

હિંમતનગરઃ સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા ઓવરબ્રિજ ઉપર આજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર પોલીસ કર્મીનું ઘટના સ્થળે મોત થયું હતું, તેમજ અન્ય એક પોલીસકર્મીને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

જો કે સૌથી મહત્વની બાબત એ છે કે, બંને પોલીસ કર્મીઓ સંબંધી હોવાની સાથે અલગ-અલગ વાહનોમાં મુસાફરી કરી રહ્યા હતા અને અનાયાસે જ અકસ્માતના પગલે કરૂણાંતિકા બની છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં સર્જાયેલા આ બનાવના પગલે પોલીસ કંટ્રોલ ફરજ બજાવતા પોલીસકર્મી પોતાની ફરજ પૂરી કરી ઘર તરફ જઈ રહ્યાં હતા, જ્યારે સામેની તરફથી તેમના સંબંધી પોલીસકર્મી હોવાને પગલે ફરજ ઉપર જઈ રહ્યાં હતા. આ દરમિયાન બંને વચ્ચે અકસ્માત સર્જાતા એક પોલીસકર્મીનું મોત થયું છે. જેના પગલે સમગ્ર શહેરમાં અરેરાટી ફેલાઇ છે.

જો કે, ઓવરબ્રિજ ઉપર હજુ પણ યોગ્ય સાઈન બોર્ડનો અભાવ હોવાના પગલે કેટલાય અકસ્માતો બનતા હોય છે. જેમાં આજે વધારે એક અકસ્માત બન્યો છે, ત્યારે આવા અકસ્માતો સામે પ્રશાસન ક્યારે મજબૂત પગલાં ઉઠાવશે એ પણ મહત્ત્વનું બની રહે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.